Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ᅠપોરબંદરમાં કોઇપણ પ્રકારનો વીડિયો ઉતાર્યા વિના કરેલા સેવા કાર્યની સુગંધ ચોમેર ફેલાઇ

(પરેશ પારેખ  દ્વારા) પોરબંદર તા.૫ : ઓવરબ્રીજના પીલોરમાં ફસાયેલી બિલાડીને બચાવવાનો વિડિયો પ્રસિધ્‍ધિ માટે ઉતાર્યા વિના કે  આવા વીડીયો અન્‍યના મોબાઇલમાં શેર કર્યા વિના કરેલા સેવા કાર્યની સૂગંધ ચોમેર ફેલાઇ છે.

ચારેક દિવસ પહેલા રાત્રે ૧૧:૩૦ વાગ્‍યે ઓવરબ્રીજ ઉપર ૩-૪ યુવાનો કંઇક કાર્યવાહી કરતા હોય અને ફીટ કરેલી જારીઓ ઉપર ચડી મોતની બીક રાખ્‍યા વગર નીચે દોરીઓ નાંખી કંઇક કામગીરી કરતા હતા, અને જાણીતા એડવોકેટ ભરતભાઇ લાખાણી તેના નિત્‍ય ક્રમ મુજબ પુલ ઉપરથી પસાર થતા હોય અને યુવાનોની હરકત જોતા ઉભા રહી ગયેલા હતા અને ત્‍યારબાદ આ યુવાનોને આ વિશે  પુછતા એક બિલાડી પુલની નીચેના બિમમાં  બપોરની ફસાઇ ગયેલી હતી. અને તેને કાઢવાની કોશીશ કરવામાં આવતી હતી. તેથી ભરતભાઇને પણ કંઇક મદદ કરવાનું મન થતાં ત્‍યાં ઉભા રહી ગયા હતા અને ત્‍યાં હાજર યુવાનો પુની બહારની સાઇડે જાનના જોખમે પણ બિલાડીને ત્‍યાંથી બહાર કાઢવાનો પ્રયત્‍ન કરતા હોય, અને કપડાનો ગાળીયો બનાવી તેમા રોટલી મુકી બિલાડી ખાવા આવે અને સીધી બિલાડીને ખેંચી લેવાય તેવા પ્રયત્‍નો કર્યા હતા.

 અડધી -પોણી કલાક સુધી અલગ અલગ પ્રયત્‍નો કરેલા હોય પરંતુ પુલ ખૂબ  ઉંચો હોય અને બિલાડી પુલથી લગભગ ૮-૧૦ ફુટ નીચે હોય અને ત્‍યાં પહોંચી શકાય તેમ ન હોય અને આમછતાં યુવાનો અલગઅલગ નુશખાઓ અજમાવી બિલાડીને બચાવવાના પ્રયત્‍નો કરતા હોય અને તે વખતે જ ભરતભાઇને અચાનક  જ યાદ આવતા કે પોરબંદર નગર પાલીકા પાસે થાંભલાઓ ઉપરની લાઇટો રીપેર કરવાની મોટી ટ્રોલી હોય અને તેથી સંબંધે હીતેષભાઇ કારીયાને ફોન કરતા અને નગરપાલીકાના પ્રમુખ સરજુભાઇ કારીયાની સુચના મેળવી રાત્રીના સમયે લાઇટોનું રીપેરીંગ ચાલુ હોય ત્‍યાંથી તાત્‍કાલીક ઇલેકટ્રીકની ટ્રોલી ઓવરબ્રીજે આવી ગયેલી હતી. અને તેના આધારે બિલાડીનો બચાવ કરેલો હતો.                                          તે વખતે હાજર યુવાનોએ કોઇ ફોટા પણ પાડેલા નથી કે કોઇ વિડિયો પણ ઉતારેલ નથી. અને સાહસીકતાથી પોતાનો જાન જોખમમાં નાંખી પુલ ઉપર ટીગાઇને પણ બિલાડીને બચાવવાના પ્રયત્‍નો કરેલા હોય અને જયારે બિલાડી બચી જતા અને ત્‍યારબાદ ભરતભાઇએ નામ, ઠામ  પુછતા તેઓએ પોતાના નામ પણ આપવાની ના પાડેલ હતી. અને જણાવેલ કે આ માનવતાનુ કામ છે અને આપણી ફરજ છે.તેવુ જણાવેલ હતુ.

 નામ જાણવાની કોશીષ કરતા તેઓ નિવૃત પોલીસ કોન્‍સટેબલ વલીભાઇ મહમદભાઇના પરિવારના સભ્‍યો ફારૂખ વલી મામદ, અલ્‍તાફ બી. મામદ, મારૂખ હુસેન સમા, તેમજ ફરદીન મીર હોવાનું અંતે જણાવેલ હતુ. અને માત્ર માનવતા ખાતર જ એક બિલાડીને બચાવવા માટે સાચા અર્થમાં કોઇ પ્રસિધ્‍ધી વગર કોઇ ફોટા પાડયા વગર કે વિડિયો ઉતાર્યા વગર સાચા અર્થમાં સેવા શબ્‍દને સાચા કરેલા હોય અને તેથી આવા સાચા અર્થમા  માનવતા પ્રેરક બની છે.

(1:20 pm IST)