Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દિલ્હીના વિજ્ઞાન ભવને યોજાયેલ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન

અમરેલી તા.૬ : સહકારી આંદોલનનો પાયો મજબુત બની ચુકયો છે. તેના ઉપર મજબુત ઇમારત બાંધવાનું કામ આપણે સૌએ અને આગળની પેઢીએ કરવાનું છે કારણ કે છેવાડાના માનવીનો સર્વાગી વિકાસ, વ્યવસાય અને રોજગારીના હેતુ સાથેની શરૃ થયેલ સહકાર પ્રવૃતિ લોકભોગ્ય બનવા સાથે અનેક પડકારોને પાર કરીને આગળ વધી રહેલ છે. તેવા સમયે આ ક્ષેત્રની સહકારી પ્રવૃતિઓ માટેનો તૈયાર થયેલ રોડ મેપ દેશના રાજયોને સુચનાર્થે પણ મોકલી અપાયાનું નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સહકાર વિભાગ અને એનસીીયુઆઇના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં બોલતા દેશના સર્વપ્રથમ સહકાર મંત્રી અમીતભાઇ શાહએ જણાવેલ.

સહકારથી સમૃધ્ધી તરફની આ યાત્રા મોદીજીએ અલગ કેન્દ્રીય સહકારી મંત્રાલયની રચના કરીને આ કાર્યને વેગ આપવાનું કામ કરેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ વેળા સંકલ્પ સાથે ર૦૪૭ની સાલનેસહકારી પ્રવૃતિના શિખર વર્ષ તરીકે નિહાળવાનું આહવાન કરેલ. સહકારી પ્રવૃતિ દેશ અને છેવાડાના માનવી માટે લાભકારક છે. સરકારના આત્મનિર્ભર ભારત રચનામાં મહત્વનો ભાગ ભજવી રહેલ હોય તો તે સહકાર છે. દુનિયામાં સૌથી વધુ પ્રમાણમાં સહકારી યોજના અને પ્રવૃતિઓ ભારતમાં છે જે સાથે દેશના ૯૧ ટકા ગામડાઓમાં કોઇને કોઇ સહકારી પ્રવૃતિથી સંકળાયેલા છે. તેમ સંબોધતા શાહએ જણાવેલ ક.ે મોડેલ પેટા નિયમોનો હેતુ પી.સી.એસ.ને બહુહેતુક બનાવવાનો છે. સહકાર યુનિવર્સિટી સ્થાપી સંસ્થાઓને વિકસાવવા ઉપર કામ કરી રહી છે. તાજેતરમાં સરકારે મોટા પ્રમાણમાં ફંડ કોમ્પ્યુટરાઇઝીંગના  હેતુસર ફાળવેલ છે.  જે આ ક્ષેત્રને વેગઆપશે. ભારતની સહકારી સંસ્થાઓએ છેલ્લા ૧૦૦ વર્ષમાં નોંધપાત્ર કાર્ય કર્યુ છે અને અનેક પડકારો હોવા છતા દેશમાં સહકારી ચળવળ મજબુતીથી આગળ વધી રહીનું જણાવેલ.

એનસીયુઆઇ., ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે દેશના વિકાસમાં સહકારી માળખાનું યોગદાન નોંધનીય છે. દેશમાં સહકારી ક્ષેત્રના હાર્દને જાળવવા સાથે સંસ્થાના નફાને સીધ્ધાજ ખેડુતોના બેંક ખાતામાં જમા આપવાનું કામ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કર્યુ છે. સંઘાણીએ વધુમાં જણાવેલ કે, આત્મનિર્ભરતા એટલે ટેકનોલોજી અને તેથી જ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું એટલે ટેકનોલોજી અને તેથી જ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બની જશે તેવા વિશ્વાસ સાથે કેન્દ્ર સરકાર સહકારીતાના માધ્યમથી સહકારી પ્રવૃતિએ વિશ્વને નવી ઓળખ આપી છે ઉતરોતર આગળ વધતી અને લોકવિશ્વાસ ધરાવતી આ પ્રવૃતિ વિકાસના નવા નવા આયામો પાર કરી રહી છે તેના મુળખામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સહકાર મંત્રી અમીતભાઇ શાહની સહકારથી સમૃધ્ધી તરફથી વિકાસનીતિ છે.

દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં અમીતભાઇ શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૃપાલા, રાજયમંત્રી બી.એલ.વર્મા, પુર્વ કેન્દ્રીયમંત્રી પરસતોમભાઇ રૃપાલા, રાજયમંત્રી બી.એલ.વર્મા, પુર્વ કેન્દ્રીય મંત્રી સુરેશપ્રભુ, ચંદ્રપાલસિંહ, ડો. બિજેન્દ્રસિંહ, જયોતિન્દ્ર મહેતા (મામા) એનસીયુઆઇના સી.ઇ.ઓ. મહાજન સહિત સમગ્ર દેશભરના સહકારી પ્રતિનિીધઓ ઉપસ્થિત રહયા હતા. એનસીયુઆઇ અને સહકાર મંત્રાલય અધિકારી ગણે કાર્યક્રમને સફળ બનાવેલ તેમ અખબારી યાદીમા જણાવેલ છે.

(1:20 pm IST)