Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વાજડીગઢના લેન્ડ ગ્રેબીંગના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીએ કરેલ જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૬ :  વાજડી ગઢના લેન્ડ ગ્રેબીંગ ગુન્હામાં પોલીસ દ્વારા તપાસ પુર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ જેના બાદ આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવેલ જે સ્પેશ્યલ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, ફરિયાદી વાલજીભાઇ ગમારાએ આરોપી કલ્પેશ બાબુભાઇ ડાંગરના પિતા પાસેથી કાયદેસર વેચાણ દસ્તાવેજથી તા.ર૩-૮-ર૦૧૮ના રોજ જમીન ખરીદ કરેલ હોય જે પૈકી જમીન પર આરોપી કલ્પેશ ડાંગર અને ગેરકાયદેસર કબજો કબજો કરી પચાવી પાડી તે જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરતા આરોપી સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા અન્વયે તા.૦ર-૦પ-ર૦રરના રોજ ગુન્હો નોંધવામાં આવેલ હતો અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.

મુળ ફરીયાદીના એડવોકેટ સ્તવન મહેતા દ્વારા જામીન અરજી સામે લેખિત વાંધાઓ રજુ કરવામાં આવેલ અને સરકાર પક્ષે ડી.જી.પી. એસ.કે.વોરાએ દલીલ કરેલ હતી કે, હાલના આરોપીએ અગાઉ પણ જામીન અરજી કરેલ જે કોર્ટ દ્વારા બંન્ને પક્ષકારોને સાંભળીને આરોપીનાં બનાવમાં રોલ તથા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગુણદોષ નામંજુર કરવામાં આાવેલ અને ચાર્જશીટ ફાઇલ થવાથી કેસના ગુણદોષમાં કુુલ સંજોગો બદલાયેલ ન હોય હાલની જામીન અરજી નામંજુર કરવા અરજ કરેલ.

બંન્ને પક્ષકારોને વિગતવાર સાંભળી તેમજ મુળ ફરિયાદી તરફે રજુ થયેલ લેખિત વાંધાઓ તથા ચાર્જશીટ પેપર વેચાણ લઇ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવેલ હતી કે ચાર્જશીટ ફાઇલ થવાથી કેસના ગુણદોષમાં કોઇ સંજોગો બદલાયેલા હોય તેવી કોઇ હકિકત આરોપી બતાવી શકેલ ના હોય અને તપાસ દરમિયા ન પુરતો પુરાવો મળી આવેલ હોય અને ફરિયાદ પક્ષનો કેસ વધુ મજબુત બનેલ હોય. આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

જામીન અરજીના કામે મુળ ફરિયાદી વતી એડવોકેટ સ્તવન મહેતા, નિકંુજ શુકલ, કૃષ્ન ગોર, બ્રિજેશ ચૌહાણ તથા ત્રિશુલ પટેલ રોકાયેલ હતા તથા સરકાર પક્ષે ડી.જી.પી. એસ.કે.વોરા રોકાયેલ હતા.

(12:06 pm IST)