Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગોંડલમાં સગીરા અને તેના ભાઇ ઉપર દારૂના ધંધાર્થીનો હુમલોઃ ઘરમાં તોડફોડ કરી

પોલીસને બાતમી આપ્‍યાની શંકાએ ધમાલઃ ત્રણ સામે ફરીયાદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૬: ખોડિયારનગરમાં પોલીસને બાતમી આપ્‍યાની શંકાએ દારૂના ધંધાર્થીઓએ  એક પરિવાર ઉપર હુમલો કરી તેમના ઘર  મા તોડફોડ કરી હતી. બનાવમા પરીવારની સગીરાને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ખોડીયારનગરમાં રહેતા હિરલબેન રમેશભાઈ વાઘેલા નામની ૧૫ વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્‍યારે રાત્રિના દસેક વાગ્‍યાના અરસામાં કલા ભુપત, પરબત ભુપત અને હિતેશ ઉર્ફે ટીટો નામના શખ્‍સોએ ઝઘડો કરી હિરલબેન વાઘેલાને માર માર્યો હતો હુમલામાં ઘવાયેલી સગીરાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં પ્રાપ્ત વિગત મુજબ હિરલબેન વાઘેલાનો ભાઈ અમિત  રીક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. હુમલાખોર શખ્‍સોએ અમિતને અમે દારૂ વેચતા હોવાની તે પોલીસને બાતમી
 હોવાનું કહી ઝઘડો કર્યો હતો અને તેની રિક્ષામાં અને ઘરની ડેલીમાં તોડફોડ કરી હતી. જે દરમિયાન હિરલબેન વાઘેલા ભાઈને છોડાવવા વચ્‍ચે પડતા તેણીને પણ માર પડ્‍યો હતો. બનાવ અંગે સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.(

 

(11:54 am IST)