Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઉનામાં સવા ઇંચઃ ગ્રામ્‍ય પંથકમાં એકથી દોઢ ઇંચ

ઉપરવાસમાં વરસાદથી મછુન્‍દ્રી ડેમમાં નવા પાણીની આવક શરૂઃ આજે સવારે છાંટા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૬: ઉના શહેરમાં ગઇકાલ સાંજથી ઝરમર શરૂ થયેલ વરસાદ  આજે સવાર સુધીમાં સવા ઇંચ પડી ગયો હતો. ઉના ગ્રામ્‍ય વિસ્‍તારમાં હળવાથી મધ્‍યમ વરસાદ વરસી જતા ઉના ગ્રામ્‍યમાં આજે સવારથી સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો.

ઉપરવાસમાં વરસાદને લીધે મચ્‍છુન્‍દ્રી ડેમમાં નવા પાણીની આવક શરૂ થઇ છે. ઉના તાલુકામાં આજે પણ વરસાદ વરસે તેવુ વાદળીયુ વાતાવરણ છે.  આજે સવારે ઉના શહેરમા વરસાદના છાંટા પડી ગયા હતા.

(11:51 am IST)