Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતો આણંદપુર ડેમ બાદ વિલીંગ્‍ડન ડેમ પણ ઓવરફલો

સતત ત્રણ દિવસના વરસાદથી છલોછલ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૬ : જૂનાગઢને પીવાનું પાણી પુરૂં પાડતો આણંદપુર ડેમ બાદ વિલીંગ્‍ડન ડેમ પણ ઓવરફલો થતાં નગરજનોમાં ખુશી વ્‍યાપી ગઇ છે.

ગત સપ્‍તાહમાં આણંદપુર જળાશય છલોછલ થઇ ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢના દાતાર વિસ્‍તારમાં સતત વરસાદ હોય વિલીંગ્‍ડન ડેમ નવા પાણીથી ભરપૂર થઇ ગયો છે.

વિલીંગ્‍ડન ડેમ ભરાય જતા તેનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડયા હતા.

જૂનાગઢનો ત્રીજો ડેમ હસ્‍નાપુરમાં પણ ગિરનાર જંગલ પર્વત પરથી નવા નીરની ભરપૂર આવક ચાલુ છે.

(11:20 am IST)