Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઉનામાં મહારાષ્‍ટ્રમાંથી ચોરી કરેલા બાઇક વેચવા આવેલો શખ્‍સ ઝડપાયોઃ નંબર પ્‍લેટ વિનાના પ બાઇક મળ્‍યા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬ : મહારાષ્‍ટ્રમાં ચોરી કરેલા બાઇક વેચવા આવેલ શખ્‍સને ઉના પોલીસે પકડી પાડેલ છે.
ઉના પોલીસે મુળ મહારાષ્‍ટ્રનાં હાલ રાજકોટ રહેતા વારીસ સીદીકી પાસેથી નંબર પ્‍લોટ વગરનાં ચોરાઉ પાંચ મોટર સાયકલ રૂા. ર લાખ ૧૦ હજારની કિમતના સાથે પકડી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી છે.
જીલ્લા પોલીસ શ્રી જાડેજા, એએસપી ઓમપ્રકાશ જાટે ઉનાનાં પોલીસ અધિકારી એમ. યુ. મસીને કડક સુચના આપતા તેમણે ઉનાની સર્વેલન્‍સ બાહોશ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી ચાંપતી નજર રાખતાં હતાં જેમાં પેટ્રોલીંગ દરમ્‍યાન એએસઆઇ એચ. આર. ઝાલા, પો. હેડ કો. પી. પી. બાંભળીયા, નીલેશભાઇ છગનભાઇ પો. કો. ભીખુશા બચુશા, વિશાલભાઇ અભેસિંગને બાતમી મળેલ કે ભાવનગર રોડ ઉપર એક શખ્‍સ રોકડીયા હનુમાન મંદિર પાસે ઘણી મોટર સાયકલ વેચવા રાખેલ હોય ત્‍યાં પહોંચી આ શખ્‍સની પુછપરછ કરતા વારીસ નાફિસભાઇ સીદીકી ઉ.૩૩ મુળ કરીમનગર, વસઇફાટા તા. પોકહાર, જી. થાણે રાજય મહારાષ્‍ટ્ર હાલ રાજકોટ જામનગર રોડ સાંઢીયા પુલ હુડકા કવાર્ટરમાં  રહેતો હોય મોટર સાયકલના કાગળો માંગતા ના બતાવતા આકરી પુછપરછ કરી હતી.
તેમણે ર૦ર૧ ના વરસમાં વાલ્‍વી પો. સ્‍ટે. વિસ્‍તારમાંથી ૪ મોટર સાયકલ ચોરી કરેલ હતી. એક સુઝૂકી મોટર સાયકલ કાળા કલરની એન્‍જીન નં. એ. એફ. ર૧૧૯૬૯૧૩૦ વાળી રૂા. ૪પ૦૦૦ ની કિંમત પણ મળી આવતા પાંચ વાહનો રૂા. ર લાખ, ૧૦ હજાર કિંમતના કબ્‍જે કરી. મહારાષ્‍ટ્રની વાલવી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરતા ૪ મોટર સાયકલ ચોરીના ર૦ર૧ માં ગુના દાખલ થયા હતાં.
ઉના પોલીસનાં બાહોશ કર્મચારીઓએ મહારાષ્‍ટ્રમાં થયેલ પાંચ ચોરીના વાહનનાં ગુનાનો ભેદ ઉકેલી સફળતા મેળવી છે. મહારાષ્‍ટ્ર પોલીસ આરોપી અને મુદામાલ લેવા આવી રહી છે.

 

(10:47 am IST)