Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

થાનના નળખંભાની સીમમાં દારૂની ભઠ્ઠી પર દરોડોઃ ૫૨૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે

થાનગઢ પોલીસ ત્રાટકતા દીપો સારલા અને તેનો પુત્ર હરિ ભાગી ગયા

રાજકોટ તા. ૬: થાનગઢના નળખંભા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર થાનગઢ પોલીસે દરોડો પાડી ૧૦૦ લિટર દારૂ, ડબલ બેરલના બાફણીયા ૪ નંગ, આથો, ગેસના બાટલા, ગેસની ચાર સગડીઓ, નંબર વગરનું બાઇક, ટીનના તપેલા ચાર નંગ, કેરબા બે મળી રૂા. ૫૨૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પોલીસે દરોડો પાડતાં આ ભઠ્ઠી ચલાવી રહેલો દીપો જીવણભાઇ સારલા (રહે. નળખંભા) અને તેનો પુત્ર હરિ દિપાભાઇ સારલા ભાગી ગયા હતાં. દીપો અગાઉ પણ દારૂ સાથે પકડયો હતો. હેડકોન્‍સ. પ્રતાપભાઇ ખાચરની બાતમી પરથી પીઆઇ એ. એચ. ગોરીની રાહબરીમાં પીએસઆઇ એન. પી. મારૂ, કોન્‍સ. મનોજભાઇ ઝાલા સહિતના સ્‍ટાફે આ દરોડો પાડયો હતો.

(10:45 am IST)