Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ટંકારા તાલુકામાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા

ટંકારાના ખાખરા ગામ પાસેના પુલ પર વાહન વ્યવહાર બંધ : મિતાણા પડધરી તરફ ડાયવર્ટ: ડાયવર્ઝન તૂટી જતા ભુતકોટડા ગામ સંપર્ક વિહોણું

  મોરબી : ટંકારા પંથકમાં આજરોજ મેઘરાજાની ધમાકેદાર બેટીંગના કારણે નદી નાળા છલકાઇ ગયા છે અને આજના દિવસે કુલ સવા ઇંચ વરસાદ નોંધાય ચુક્યો છે. પાણીની ભારે આવકના કારણે આજી-3 ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી ટંકારાના ખાખરા ગામ પાસેના પુલની કિનારીએથી પાણી જતું હોવાથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકીને તેને મિતાણા પડધરી તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.

 આ ઉપરાંત ભૂતકોટડા ગામ પાસે પુલ ઊંચો બનાવવાનું કામ ચાલતું હોવાથી તેના માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતા ભુતકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અનેક લોકો સામેના કાંઠે ફસાયા હોવાથી પોતાના ઘરે જવા ચિંતાતુર છે

 બીજી તરફ તાલુકાના મુખ્ય અધિકારી એવા મામલતદારની કચેરીના પટાંગણમાં જ પાણી ભરાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે

(11:10 pm IST)