Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કચ્છમાં મેઘ મહેર જારી: ભચાઉમાં ૬ ઇંચ, અંજાર, ગાંધીધામ ૩ ઇંચ, રાપર ૨ ઇંચ, મુન્દ્રા-ભુજ ૧ ઇંચ

હજીયે ધીમી ધારે વરસાદ ચાલુ, જોકે, લખપત, નખત્રાણા અને માંડવીમાં વાદળછાયું વાતાવરણ પણ છૂટો છવાયો સાવ ઝરમર ઝરમર વરસાદ

ભુજ : આગાહી વચ્ચે કચ્છમાં ધીમી ધારે મેઘરાજાની મહેર ચાલુ રહી છે. ખાસ કરીને પૂર્વ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદની અસર વધુ રહી છે. ભચાઉ પંથકમાં આજે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો છે. તો, ગાંધીધામ અને અંજારમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.  

 

  જોકે, પશ્ચિમ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદની અસર ઓછી રહી છે. માત્ર મુન્દ્રામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. અબડાસા, લખપત, નખત્રાણામાં સાવ ઝરમર ઝરમર વરસાદ છે.

    જોકે, તે વચ્ચે રાપરમાં બે ઇંચ અને ભુજમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. હજીયે સમગ્ર કચ્છ ઉપર આકાશ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હોઈ વરસાદ ઝંખી રહેલા કચ્છ જિલ્લામાં જબરદસ્ત વરસાદી માહોલ સર્જાયો હોઈ લોકોમાં ભારે વરસાદની આશા છે.

(10:49 pm IST)