Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કચ્છમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ ૧૧ કેસ સાથે દર્દીઓની સંખ્યા બેવડી સદી તરફ

સંક્રમણનો જે ભય હતો તે સાચો પડ્યો :દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો: ૧૯૬ પોઝિટિવ દર્દીઓ

ભુજ :કચ્છમાં આજે ૧૧ દર્દીઓ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. સતત ૧૪ દિવસ થયા કચ્છમાં રોજે રોજ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. હવે તો આંકડો ઉછળીને બેવડી સદી તરફ જઈ રહ્યો છે. આજ સુધી ૧૯૬ દર્દીઓ થયા છે. આજે ગાંધીધામમાં એક પુરુષ, એક મહિલા, અંજારમાં એક પુરુષ, રાપરમાં ૨ પુરુષો અને સાંધીપુરમમાં એક મહિલા, પાંચ પુરુષો સાથે ૬ દર્દીઓ નોંધાયા છે.

કુલ દર્દીઓ ૧૯૬, સાજા થયેલા ૧૯૬ અને હોસ્પિટલમાં ૭૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૯ ના મોત થયા છે.

(9:57 pm IST)