Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાવનગરમાં ભય ફેલાવતો કોરોના :આજે રેકોર્ડ બ્રેક 38 પોઝિટિવ કેસ નોંધાતા ભારે ફફડાટ : કુલ કેસ 382

જિલ્લામાં હાલ ૩૮૨ કેસોની સામે ૧૮૪ દર્દીઓ સારવાર હેઠળ: વધુ પાંચ દર્દીઓ સાજા થયા

 ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૮૨ થવા પામી છે. ભાવનગરના કરચલીયા પરા ખાતે રહેતા ૨૪ વર્ષીય મહિપતભાઈ બારૈયા, મેમણ કોલોની, ભરતનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય રૂકસાનાબેન મીથાણી, નવજીવન સોસાયટી, વિઠ્ઠલવાડી ખાતે રહેતા ૪૨ વર્ષીય જલાભાઈ રાઠોડ, માઢીયા રોડ, કુંભારવાડા ખાતે રહેતા ૧૯ વર્ષીય એહસાનભાઈ ભટ્ટી, મુની ડેરી, તિલકનગર ખાતે રહેતા ૨૬ વર્ષીય ડો.જુલી મહેતા, ભાયાણીની વાડી, નવા કુંભારવાડા ખાતે રહેતા ૫૮ વર્ષીય નરશીભાઈ ગાબાણી, પી.જી. હોસ્ટેલ, સર ટી. હોસ્પિટલ ખાતે રહેતા ૨૯ વર્ષીય ડો.નિતિન ચૌધરી, ગીરનાર સોસાયટી, નવા કુંભારવાડાવ ખાતે રહેતા ૬૫ વર્ષીય ઓખાબેન પ્રજાપતી, ઠાકર દ્વારા શેરી ખાતે રહેતા ૧૭ વર્ષીય હસ્તી પટેલ, ઠાકર દ્વારા શેરી ખાતે રહેતા ૪૮ વર્ષીય ભગીશાબેન પટેલ, ઠાકર દ્વારા શેરી ખાતે રહેતા ૨૭ વર્ષીય ધાર્મિક પટેલ, ઠાકર દ્વારા શેરી ખાતે રહેતા ૨૪ વર્ષીય અંશકિત પટેલ, ભરવાડ વાડ, કણબીવાડ ખાતે રહેતા ૬૦ વર્ષીય કાંતિભાઈ રાઠોડ, કાળીયાબીડ ખાતે રહેતા ૩૬ વર્ષીય અમોલ પાનસરે, કરચલીયા પરા ખાતે રહેતા ૪૨ વર્ષીય વનિતાબેન વેગડ, કાળીયાબીડ, અક્ષરધામ-૧ ખાતે રહેતા ૩૯ વર્ષીય જિગ્નેશભાઈ કાકડિયા, જુનુ ગામ, સિદસર ખાતે રહેતા ૪૧ વર્ષીય દિલીપગીરી ગૌસ્વામી, ગીતાનગર, બોરતળાવ ખાતે રહેતા ૩૨ વર્ષીય દિલીપભાઈ મવાણી, બોરતળાવ, ભાવના સોસાયટી ખાતે રહેતા ૬૫ વર્ષીય ભગવાનભાઈ પટેલ, કાળીયાબીડ, જુની ભગવતી પાર્ક ખાતે રહેતા ૪૨ વર્ષીય કનુભાઈ જોષી, બોરતળાવ, સરીતા સોસાયટી ખાતે રહેતા ૨૮ વર્ષીય હર્ષદ અવૈયા, આઝાદનગર ખાતે રહેતા ૨૪ વર્ષીય દયાબેન રાઠોડ, હિલ ડ્રાઈવ, ફુલવાડી ચોક ખાતે રહેતા ૫૮ વર્ષીય જગદિશભાઈ મકવાણા, બ્રહ્મ પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રહેતા ૫૬ વર્ષીય મનોજભાઈ મકવાણા, વિજયરાજનગર ખાતે રહેતા ૫૪ વર્ષીય મંજુલાબેન ધામેલીયા, અનંતવાડી ખાતે રહેતા ૧૨ વર્ષીય ક્રિષ્ના કળથીયા, ઉમરાળાના સમઢીયાળા ગામ ખાતે રહેતા ૪૦ વર્ષીય ભગવાનભાઈ ચૌહાણ, ગારીયાધારના નાની વાવડી ગામ ખાતે રહેતા ૪૨ વર્ષીય રામજીભાઈ સોલંકી, સિહોરના ઉખરલા ખાતે રહેતા ૫૦ વર્ષીય અનસુયાબેન ધોરી, વલ્લભીપુરના કાનપર ખાતે રહેતા ૨૧ વર્ષીય રોમિન ગોહિલ, ગારીયાધારના સુખનાથ પ્લોટ ખાતે રહેતા ૮૦ વર્ષીય પોપટભાઈ ડોડિયા, ગારીયાધારના પરવડી ખાતે રહેતા ૫૫ વર્ષીય હંસાબેન ખેની, જેસરના સરેરા ગામ ખાતે રહેતા ૮૦ વર્ષીય વાલજીભાઈ વોરા, ગારીયાધાર ખાતે રહેતા ૨૬ વર્ષીય હાર્દિક ઈટાળીયા, મહુવા ખાતે રહેતા ૭૦ વર્ષીય રસિકલાલ પંડ્યા, સિહોરના રામધરી ખાતે રહેતા ૪૧ વર્ષીય શૈલેશભાઈ ધોરી, મહુવાના ગુંદારણી ગામ ખાતે રહેતા પરશોત્તમભાઈ પ્રજાપતી અને જેસરના રાણીગામ ખાતે રહેતા ૨૬ વર્ષીય પાંચાભાઈ રબારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ૫ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૮ જુનના રોજ પાલીતાણાના લક્ષ્મણધામ ખાતે રહેતા ૬૦ વર્ષીય મનમોહનભાઈ તલરેજા, તા.૨૪ જુનના રોજ ભાવનગરના શિક્ષક સોસાયટી, ભરતનગર ખાતે રહેતા ૬૨ વર્ષીય મહેન્દ્રભાઈ ત્રિવેદી, તા.૨૪ જુનના રોજ સુરતના કામરેજ ખાતે રહેતા ૬૫ વર્ષીય અમરશીભાઈ કણકોટીયા, તા.૨૩ જુનના રોજ રાજુલાના જવાહર રોડ ખાતે રહેતા ૬૯ વર્ષીય જિતેન્દ્રભાઈ મહેતા અને તા.૨૦ જુનના રોજ ભાવનગરના સુભાષનગર ખાતે રહેતા ૬૪ વર્ષીય અરવિંદભાઈ પીઠવાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૩૮૨ કેસ પૈકી હાલ ૧૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૦,૯૬૩ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(9:18 pm IST)