Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પતિ અને બાળકોને છોડી મિત્ર સાથે રહેતી પરણિતાને સમજાવી સમાધાન કરાવતી 181મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ

13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો મૂકી પરપુરુષ સાથે રહેવું તે સામાજિક વ્યવહાર વિરુદ્ધ હોવાનું અભ્યામ ટીમે જણાવતા મામલો થાળે પડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાવનગર પાસેની એક પરણિતા પોતાના બાળકો અને પતિને એકલા મૂકી પુરુષ મિત્ર સાથે અંકલેશ્વર પાસેના ગામમાં આવી ગયેલ જેની જાણ પરણિતાના ભાઈ બહેનને થતાં ભરૂચ આવી અભયમ 181મહિલા હેલ્પલાઇનની પોતાની બહેન ને સમજાવી મેળવી આપવા મદદ માંગતા ભરૂચ અભયમ રેસ્ક્યુ ટીમ તેમને સાથે લઈ ગામમા રહેતી પરણિતાને શોધી, સમજાવી તેમના ભાઈ બહેનને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અંકલેશ્વર પાસેના ગામનો એક યુવાન મજૂરી કામ અર્થે ભાવનગર પાસેના ગામમા રહેતો હતો જેની એક પરણિતા સાથે મિત્રતા થતા તે ભાવનગરથી અંકલેશ્વર ભાગી આવી છેલ્લા ત્રણ મહીના થી સાથે રહેતા હતા આ દરમિયાન લોક ડાઉન હોવાથી બહાર નીકળી શકાય તેમ ના હોવાથી તેમને શોધી શકાયા ન હતા પરંતુ થોડા સમય થી વાહન વ્યવહાર ચાલુ થતા પરણિતાના સાસરી અને પિયર વાળા ઓ એ તેમની તપાસ કરતા યુવક ભરૂચ જિલ્લા નો હતો તેમ જાણકારી મળતા તેઓ ભરૂચ આવેલા અને આગળની મદદ મેળવવા અભયમનો સંપર્ક કરવામાં આવતા બંને એ અંકલેશ્વર પાસેના ગામો મા તપાસ કરતા તેમની માહિતી મળી હતી.
અભયમ ટીમે પરણિતા ને જણાવેલ કે 13વર્ષ ની દીકરી અને 10વર્ષ નો દીકરો મૂકી પર પુરુષ સાથે રહેવું તે સામાજિક વ્યવહાર વિરુદ્ધ છે, પતિ બાળકો ની ચિંતા કરવી જોઈએ અને થયેલ ભૂલ નો પણ પસ્તાવો કરી બાળકો ના હિત માટે સાસરી મા પરત જવુ જોઈએ આ ઉપરાંત પરણિતા ના સબંધીઓ એ તેની ભૂલ માફ કરવા જણાવેલ આમ યોગ્ય રીતે સમજાવતાં તેને પોતાની ભૂલ સમજાઈ હતી અને પોતાના સંબંધીઓ સાથે જવા તૈયાર થઇ હતી.

(9:06 pm IST)