Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ધોરાજી શહેરમાં આજે કોરોના પોઝિટિવના વધુ બે કેસ....આંકડો 67 ઉપર પહોંચ્યો : આરોગ્યતંત્રની ઘોર બેદરકારી ધોરાજીમાં રવિવારે 11 કેસ પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ ઓછા લેતા માત્ર બે જ પોઝિટિવ કેસ આવ્યા: કોરોના પોઝિટિવ કેસ નો વિસ્ફોટ વધુ ન થાય તે માટે ઓછા સેમ્પલ લેવાયા જેની ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ

ધોરાજી :ધોરાજી શહેરમાં કોરોના પોઝિટિવ કેસોનો ગ્રાફ વધતો જાય છે. દરરોજ આવતા પોઝિટિવ કેસો સામે આજે માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજે ધોરાજી ના સરદાર ચોક અને માતાવાડી વિસ્તારમાં એક - એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

ધોરાજીમાં રવિવારે 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા ફફડાટ છવાઈ ગયો હતો અને જિલ્લા કલેકટર અને જિલ્લા ની આખી ટીમ ધોરાજી દોડી આવી હતી પરંતુ આરોગ્ય અધિકારી 11 પોઝિટિવ કેસના પરિવારોના સેમ્પલ લેવા જોઈએ તે સેમ્પલ પૂરેપૂરા નહીં લેતા માત્ર થોડા જ સેમ્પલ લઇ પોઝિટિવ કેસ ઓછા કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવી પણ ધોરાજીમાં ચર્ચા વ્યાપી ગઇ હતી

ધોરાજીમાં જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ આવતા હતા પહેલા એ વિસ્તારને પતરા લગાવીને સીલ મારવામાં આવતો હતો પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારને સીલ કરવામાં નહીં આવતા કોરોના નો વ્યાપ વધ્યો હતો બાદ રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન 

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા 

જિલ્લા વિકાસ અધિકારી રાણા વશિયા વિગેરે ધોરાજી ખાતે કોરોના પોઝિટિવ વિસ્તારની મુલાકાત લેતા તાત્કાલિક તમામ વિસ્તારોને શીલ કરવાનો હુકમ કર્યો હતો જેથી આજરોજ ધોરાજીના કોરોના પોઝિટિવ વિસ્તારોને પતરા લગાવીને વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે જેથી કરીને કોરોનાનો સંક્રમણ વધે નહીં

હાલમાં ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશી ચીફ ઓફિસર મનન ચતુર્વેદી વિગેરે અધિકારીઓ ધોરાજીમાં કોરોનાનો સંક્રમણ ના વધે તે બાબતે વોર્ડ નંબર એક થી નવ માં પાંચ ટીમો બનાવીને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવા બાબતે ખાસ સુચના આપી છે ધોરાજીમાં માસ્ક વગરના કરતા  લોકો સામે  બંધની કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો હતો અને અધિકારીઓ જાતે જ ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ માટે સતત નજર રાખી રહ્યા છે

 આ ઉપરાંત જામકંડોરણા તાલુકાના રાયડી ગામે એક આધેડને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થતા આ તમામ દર્દીઓને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ધોરાજીમાં કોરોના નો વ્યાપ વધ્યો છે ત્યારે લોકો જાતે જ સાવચેત રહી પોતાની આરોગ્યની ચિંતા લોકો જાતે જ કરે તો જ ઠાકોર અને શંકર તુટે તેમ છે નહિતર ધોરાજીમાં કોરોના નો કાળોકેર  સર્જાઈ જશે.

(5:08 pm IST)