Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મુળી PSI ઝાલાને ધમકાવનાર યુવતી પ્રતિક્ષા આખરે મુળી પોલીસના શરણે આવી

IPC-૩૦૬ના ગુન્હાના કામમાં CID સુપ્રિન્ટેડન્ટની ઓળખ આપીઃ કોઇના કહેવાથી ફોન કર્યાની કબુલાતઃ કારમાં CID HOD પ્લેટ લગાવી એરગન સાથે ફરતી હતી : સાયલાના ભડુકા ગામે રહેતી પ્રતિક્ષા પટેલ જી.પી.એસ.સીની તૈયારી પણ કરે છે છતાં ગુન્હા ખોરીમાં સપડાઇ જતા ચકચાર

વઢવાણ,તા.૬: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના પીએસઆઇને ધમકાવનારી યુવતી મૂળી પોલીસ મથકે હાજર થઇ કોઈના કહેવાથી ફોન કર્યા ની આપી કબૂલાત કારમાં  સીઆઇડી એચ.ઓ.ડી પ્લેટ લગાવી અને સાથે એરગન બંદૂક પણ રાખતી હતી.

મૂળી તાલુકાના ઉમરડા ગામે બનેલા ૩૦૬ ના બનાવને લઇ પીએસઆઇ ને ફોન માં ડોકયુમેન્ટ ફોરેન્સિક માં મોકલવાના મુદ્દે સીઆઇડીની ઓળખ આપી અને ધમકાવનારી મૂળ મૂળી તાલુકાના ભાડુકા ગામની યુવતી ઝડપાઈ ગયેલ છે તપાસમાં યુવતી એક પણ વિભાગમાં નોકરી ન કરતી હોવા ની વાત પણ બહાર આવી છે અને પોતે પોતાની કાર ઉપર નેમ પ્લેટ ના બદલે સીઆઇડી એચ.ઓ.ડી લખી કેડમાં એરગન રાખી રોલા નાખતી હોવાનું ધ્યાને આવ્યું છે.

મૂળી પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ માં મૂળી તાલુકાના ઉમરડા ગામે થોડા દિવસ પહેલા ૩૦૬ નો ગુનો નોંધાયો હતો જેમાં સ્થાનિક પોલીસ મથકના પી.એસ.આઇ ડીજે ઝાલા કેસની તપાસ ચલાવી રહ્યા હતા ત્યારે જરૂરી ડોકયુમેન્ટ અને એફ એસ એલ રિપોર્ટ રાજકોટ પહોંચાડવા સુપ્રિટેન્ડન્ટ સીઆઇડીની ઓળખ આપી અને પીએસઆઇના ધમકાવનારી પટેલ પ્રતીક્ષા નામની યુવતી સામે મૂડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ યુવતી મૂળીના પોલીસ મથકમાં સામેથી હાજર થઈ હતી જેમાં પોલીસે પૂછપરછ કરતાં પ્રતીક્ષા પટેલ મૂળ સાયલા તાલુકાના ભાડુકા ગામ ની અને છેલ્લા કેટલાક સમયથી પોતે રાજકોટમાં જીપીએસસી ની તૈયારી કરતી હતી તેવું જણાવવામાં આવ્યું છે

તેની કારમાં કોઈપણ વિભાગ ન હોવા છતાં ડેશબોર્ડ પર સીઆઇડી એચ.ઓ.ડી અને નીચે પ્રતીક્ષા પી લખી કેડમાં એર ગન રાખી રોલા નાખી હોવાનું જાણવા મળ્યું હતું જોકે તેણે બાદમાં એર ગન ફેંકી દીધી હતી જયારે પોલીસને ફોન અન્ય લોકોના કહેવાથી કર્યા હોવાનું ખુલતા પોલીસે અન્ય કોણ-કોણ સામેલ છે અન્ય કોઈને પોલીસનો નામે દબાવ્યા છે કે કેમ વધુ તપાસ હાલમાં શરૂ કરવામાં આવેલ છે

પટેલ પ્રતીક્ષા સમાજમાં અનેક સન્માન પત્ર મેળવ્યા હોવાનો હાલમાં જાણવા મળે છે.

(1:14 pm IST)