Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

લખતરમાં પંચાયતના મકાન તેમજ નવા બનેલા બસ સ્ટેન્ડના બિલ્ડીંગમાં તિરાડો પડવા લાગી!

સુરેન્દ્રનગર જિ.માં કોરોના કેસોની સાથે જ ભ્રષ્ટાચારના કિસ્સા પણ સામે આવે છે :બંને મકાનો બન્યાને માંડ બે વર્ષ જ થયા છે પંચાયતના મકાનના બ્લોકમાં ભુવો પડયોઃ અને તંત્રની પોલ ખુલી

વઢવાણઃ લખતરમાં ગ્રામ પંચાયતના મકાનમાં પેવરબ્લોકમાં ભુવો પડતા બ્લોક બધા ઉખડી ગયેલા નજરે પડે છે જયારે બીજી તસ્વીરમાં લખતરના નવા જ બનેલા બસસ્ટેન્ડની દિવાલ તૂટી પડેલી નજરે પડે છે

વઢવાણ, તા.૬: લખતર તાલુકા પંચાયતનું થયેલ બાંધકામમાં કંમ્પાઉન્ડમાં પેવર બ્લોક પાથરવામાં આવેલ છે ત્યાં ગઇકાલે પડેલ વરસાદના લીધે ભૂવો પડી જતા આ બાંધકામ હલકી ગુણવત્તાવાળું થયું હોવાનું ફલિત થવા પામેલ છે.

લખતર તાલુકા પંચાયતનું નવું મકાન બનાવ્યાને બે વર્ષ પૂર્ણ થવા પામેલ નથી ત્યારે વરસાદ પડતા તાલુકા પંચાયતના કંમ્પાઉન્ડમાં ભૂવો પડી જવા પામેલ છે આથી તાલુકા પંચાયતના મકાનના બાંધકામમાં હલકી ગુણવતાવાળું કામ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અગાઉ આ મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે તાલુકા પંચાયતના હોદેદારોએ  નબળી ગુણવતાવાળું બાંધકામ થઇ રહ્યું હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ કરનાર પર કોઇ પણ જાતના પગલાં ના લેવાતા આખરે આ કામગીરીની પોલ વરસાદે ખુલ્લી પાડી દીધી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. સરકારી તંત્ર કોઇ અકસ્માત થાય તે પહેલા આ ભુવો બુરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

નવા બસસ્ટેન્ડની દિવાલ તૂટી પડી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે તાજેતરમાં જ એક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જેનું બાંધકામ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નવા બનેલા બસ સ્ટેન્ડની વાલ દિવાલ એકાએક તુટી પડતાં આ દ્યટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી પરંતુ હા બસ સ્ટેન્ડ બન્યા જેને હજુ લાંબો સમય થયો પણ નથી ત્યાં જ આ બસ સ્ટેન્ડની હોલ દિવાલ તૂટી પડી છે.

 હજુ બસ સ્ટેન્ડમાં પણ અનેક જગ્યાએ મોટા મોટા તિરાડ પડી ગયા છે ત્યારે આ બસ સ્ટેન્ડની વેલ્યુએશન કેટલી તેનો પણ એક સવાલ ઉઠયો છે  ચોમાસાની સિઝનમાં હજુ પણ બસ સ્ટેન્ડની કોઈ દીવાલ પડે તો મુસાફરોને ઈજા થાય કે જાનહાની થાય જેની જવાબદારી કોની જેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે હાલ તો હોલ દિવાલ તૂટી પડી છે ત્યારે હાલ બસ સ્ટેન્ડના બાંધકામની પોલ પણ ખૂલી ગઈ છે.

(12:03 pm IST)