Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બગસરાના રફાળાના યુવાને ભારતની સૌ પ્રથમ વિડીયો કોન્ફરન્સ એપ બનાવી

બગસરા તા. ૬ : બગસરા તાલુકાના ગોલ્ડન વિલેજ રફાળા ગામના વતની યુવાન દ્વારાઙ્ગ સૌપ્રથમ ભારતીય વિડીયો કોન્ફરન્સ માટેની એપ બનાવવામાં આવી છે જેનાથી હવે ભારતીયોને વિદેશઙ્ગખાસ કરીને ચાઈનીઝ એપ્લિકેશન ઉપયોગમાંથીઙ્ગસંપૂર્ણ છુટકારો પ્રાપ્ત થશે. આત્મનિર્ભર ભારત માટે યુવાનોના કાર્યથી દેશના અનેકઙ્ગ યુવાનોને પ્રેરણા પ્રાપ્ત થઈ શકે તેમ છે.

લોકડાઉન ના સમયથી આપણી જીવનશૈલીમાં અનેક પરિવર્તનો આવ્યા હતા જે પૈકી વર્ક ફ્રોમ હોમનું નવું કલ્ચર પણ અસ્તિત્વમાં આવ્યું હતું. પરંતુ આ કાર્ય માટે આપણે વિદેશી એપ્લિકેશન અને ખાસ કરીને ચાઈનીઝ એપ્લિકેશન પર લોકોને પોતાના કામ અર્થે વધુ આધાર રાખવો પડતો હતો. તેવા સમયે બગસરાના ગોલ્ડન વિલેજ તરીકે પ્રખ્યાત રફાળા ગામના વતની યુવાન સિદ્ઘાંત સવજીભાઈ વેકરીયા દ્વારા તેમના બે મિત્રો મિલન સાવલિયા અને કુમાર શાહની મદદથી સૌપ્રથમ ભારતીય વિડીયો કોન્ફરન્સ સોલ્યુશન માટેની એપ્લીકેશન પ્રોફિસમ કોલઙ્ગ બનાવવામાં આવી છે.

એપ્લિકેશન બાળકોને શૈક્ષણિક કાર્ય તેમજ કોર્પોરેટ મિટિંગમાં ખૂબ જ ઉપયોગી નીવડશે હાલ અન્ય દેશોની એપ્લિકેશન ના ઉપયોગ માં ડેટા ચોરી જેવા અનેક સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે ત્યારે આ સૌપ્રથમ વિશ્વસનીય ભારતીય એપ્લિકેશનને હાલ ચારેક હજાર લોકો દ્વારા ડાઉનલોડ કરી તેને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે પ્રોફિસમ ટેકનોલોજીના સી.ઈ.ઓ. સિદ્ઘાંત વેકરીયાના જણાવ્યા અનુસાર તેઓ એ લોકડાઉન દરમિયાન ૧૪ દિવસમાં જ આ એપ્લિકેશન તૈયાર કરી હતી.

હાલ તેમની સ્પર્ધા ચાઈનીઝ એપ ઝૂમ તથા ગૂગલ મીટ સાથે ચાલી રહી છે, પરંતુ તેઓ આ બંને એપ્લિકેશન કરતા પણ એડવાન્સ ફિચર્સ આપવા માટે હજુ સતત કાર્ય કરી રહ્યા છે. આ યુવાનોએ ભારત આવી પડે કે લોકડાઉનની આફતને અવસરમાં બનાવી અને યુવાનો માટે પ્રેરણા પૂરી પાડી છે તેમના આ કાર્યમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા નેટવર્ક દ્વારા પણ ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો હતો.

(12:01 pm IST)