Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જામકંડોરણા તાલુકામાં વધુ ૩કોરોના પોઝીટીવ સાથે કુલ કેસ ર૦

જામકંડોરણા તા. ૬: તાલુકામાં કાલે વધુ ત્રણ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. (૧) જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામે દેવજીભાઇ ગોરધનભાઇ વેકરીયા (ઉ.વ. ૭૦) નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે (ર) તાલુકાના ગુંદાસરી ગામના સરપંચ નિકુંજભાઇ વૃજલાલભાઇ સોજીત્રા (ઉ.વ. ૪ર) નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. (૩) જામકંડોરણામાં સંજયભાઇ છગનભાઇ રાદડીયા (ઉ.વ.૪૦)નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે આમ જામકંડોરણા તાલુકામાં આજે રવિવારે એકજ દિવસમાં ત્રણ વ્યકિતના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે આ રીપોર્ટ પોઝીટીવ આવતા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે તથા આરોગ્ય ટીમ દ્વારા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને કામગીરી હાથ ધરેલ છે. આ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીમાં જામકંડોરણા તાલુકામાં કુલ પોઝીટીવ કેસનો આંક ર૦ (વીસ) પર પહોંચેલ છે.

(11:57 am IST)