Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પોરબંદર જિલ્લામાં ૬ થી ૧૧ ઇંચઃ ટુકડા મીયાણીમાં વીજળી પડતા છત તૂટી

બગવદર પંથકમાં કુંજવેલ અને સોરઠી નદીમાં નવા પાણીની આવકઃ દરિયા કાંઠે નંબરનું સિગ્નલ

પોરબંદર છાયાં ચોકડી પાસે ઘરમાં પાણી ઘુસ્યાઃ પોરબંદરઃ શહેરમાં ભારે વરસાદથી છાંયા ચોકડી તરફ જતા રસ્તા પાસે દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી ગયેલ હતા. શહેરનાં મુખ્યમાર્ગ ઉપર ગોઠણબુડ પાણી ભરાયેલ તે તસ્વીરો. (તસ્વીરઃસ્મિત પારેખ.પોરબંદર)

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: જિલ્લામાં ગઇ કાલે સવારથી કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ આખો દિવસ ચાલુ રહેલ હતો. અને આજે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ થી ૧૧ ઇંચ વરસાદ પડી ગયો હતો.

પોરબંદર અને રાણાવાવમાં ૧૧ ઇંચ તથા કુતિયાણામાં સવા આઠ ઇંચ વરસાદ આજે સવાર સુધીમાં નોંધાયેલ છે. મીયાણી ટુકડામાં વીજળી પડતા મકાનની છત તુટી ગયેલ હતી જાનહાની થઇ નથી.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંખર ૨૬૯ મીમી (૫૦૮ મીમી), રાણાવાવ ૨૭૦ મીમી (૫૧૭ મીમી) તથા કુતિયાણા ૨૦૮ મીમી (૪૭૬ મીમી) નોંધાયેલ છે.

પોરબંદર જિલ્લાના બગવદર અડવાણા મજીવાણા વિસ્તારમાં સારો વરસાદ પડી જતાં થોડા દિવસ પહેલા વાવણી કરેલ. ખેડૂતોને ફાયદો થયેલ છે. બગવદર પંથકમાં કુંજવેલ અને સોરઠી નદીમાં નવા પાણીની આવક શરૂ થઇ છે.

દરમિયાન ચોમાસાનો કરન્ટ વધ્યો છે. અને ૩૪ કિમી ઝડપે ફુંકાય રહ્યા છે. બંદર કાંઠે ૩ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે.

(11:07 am IST)