Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઉના-ગીરગઢડામાં બે થી અઢી ઇંચઃ રાવળ ડેમના ૪ દરવાજા ર ફુટ ખોલ્યા

ઉના તા. ૬ :.. ઉના અને ગીરગઢડા પંથકમાં ગઇકાલે દિવસ દરમિયાન બે થી અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો રાવળ ડેમમાં પાણીની આવક વધતા આજે સવારે રાવળ ડેમના ૪ દરવાજા  ર ફુટ ખોલવામાં આવ્યા છે.

ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે સવારથી વરસાદ શરૂ થયો હતો અને ઉના શહેરમાં સવારે છ વાગ્યાથી  સાંજ સુધીમાં બે થી અઢી ઇંચ વરસાદ વરસી ગયેલ જયારે  ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી ૩  ઇંચ વરસાદ પડેલ ગીર ગઢડા તાલુકાના ગીર વિસ્તારો સારો એવો વરસાદ પડેલ.

તુલસીશ્યામ પાસે ચીખલ ફુબા ગામની સાવ નજીક આવેલ રાવળ ડેમમાં તેના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અને રાવળ ડેમમાં પાણીની આવક વધતા ડેમના ૪ દરવાજા ર ફુટ આજે સવારે ખોલવામાં આવતા રાવળ નદીમાં પાણીના પુર આવેલ  અને રાવડ ડેમ નીચે અને રાવળ નદી વિસ્તારોમાં આવેલા ગામડાઓને ચેતવણી આપી એલર્ટ કરવામાં આવેલ.

ગીરગઢડા તાલુકાના મેચ્છુન્દ્રી નદી વિસ્તારમાં અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે મેચ્છુન્દ્રી નદિમાં પાણી પાણીના નવા નીર આવેલ હતાં.

(10:11 am IST)