Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વાવાઝોડા જેવા તોફાની વરસાદ સાથે કેશોદ તાલુકાના બામણાશા ઘેડમાં રાત આખી અનરાધારઃ ૪ થી પ ઇંચ

રાજકોટ તા. ૬ :.. જુનાગઢ પંથકના કેશોદ તાલુકાના સમગ્ર બામણાસા ઘેડ વિસ્તારના ગામડાઓમાં ગત આખી રાત વાવાઝોડા જેવા તોફાની પવન સાથે ધમધોકાર ૪ થી પ ઇંચ વરસાદ પડી ગયાનું અકિલા લાઇવના શ્રોતા આહિર મસરી કરંગીયાએ જણાવ્યું છે, અત્યારે સવારે ૮ાા વાગે પણ ધીમો વરસાદ ચાલુ છે. મગફળીના ખેતરોમાં પાણી ભરાયા છે. નદી-નાળા-ચેક ડેમોમાં પાણી ખૂબ આવ્યા છે.

(11:08 am IST)