Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ આત્મનિર્ભર બન્યો :ચીનથી આયાત બંધ કરવાનો નિર્ણય

મોરબી,તા.૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબુત કરવા તેમજ ચીનથી આવતા અબજો રૂપિયાના માલની આયાત બંધ કરવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ પહેલ કરી છે મોરબીના ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલના નેતૃત્વમાં દ્યડિયાળ ઉદ્યોગે ચીનની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે અને આ વિચારને દ્યડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલ ૧૫૦ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વીકારી લઈને બધા સાથે આવ્યા છે અને સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે

  આ સંગઠન દેશની સરકાર દેશના દરેક ઈમ્પોર્ટર અને દેશની મલ્ટીનેશનલ કંપનીઓને અપીલ કરી છે કે ચીનથી ડાયરેકટ કમ્પલીટ ફીનીશ પ્રોડકટ ઈમ્પોર્ટ કરવાને બદલે મોરબીનો સંપર્ક કરો ચાઈના જેવી જ વસ્તુ તેનાથી સારી કવોલીટી અને સારા રેટમાં મોરબીમાં તૈયાર કરી આપશું

 અભિયાન અંગે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગપતિઓ પાસે પ્લાસ્ટિક આઈટમ, ઇલેકિટ્રક આઈટમ, મેન્યુફેકચરીંગનો ૫૦ વર્ષથી વધુનો અનુભવ છે પ્રોડકટ ડીઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં ઉપલબ્ધ છે આમ ચીનથી આયાત બંધ કરી દેશની અંદર જ અકલ્પનીય રોજગારીનું સર્જન થશે અભિયાન જયસુખભાઈ પટેલે કેન્દ્ર સરકાર તેમજ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અને દેશના ઈમ્પોર્ટરો સાથે કમ્યુનિકેશન કરીને શરુ કર્યું છે.

(9:45 am IST)