Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

૨૯ દિવસ દરરોજ કાર ડ્રાઇવીંગ કરીને સુરેન્દ્રનગરના ભરત દવે ર૯ રાજયોની રાજધાનીની મુલાકાત લેશે

વઢવાણ, તા., ૬: સુરેન્દ્રનગરના ભરત દવે ફરી એક વાર તેમના જન્મ દિવસ ૭-૭-૧૯ના દિવસે સવારે ૬ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી સતત ર૯ દિવસ દરરોજ ૧ર કલાક ડ્રાઇવીંગ કરી ભારતનું તમામ ર૯ રાજયની રાજધાનીની મુલાકાત કરી એક નવો રેકોર્ડ સ્થાપીત કરશે.

આ પ્રવાસની વિગત આપવા ભરત દવે જણાવે છે કે (સુરેન્દ્રનગર) ગાંધીનગરથી શરૂ થઇ પ્રથમ દિવસે ભોપાલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓરીસ્સા, ઝારખંડ, વેસ્ટ બેંગ્લોર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણીપુર, નાગાલેન્ડ અરૂણાચલપ્રદેશ , આસામ, સિક્કીમ, બિહાર, ઉતર પ્રદેશ, ઉતરાખંડ, હિમાલય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરીયાણા, રાજસ્થાન, ગુજરાત તા. ૭-૭-ર૦૧૯થી શરૂ થઇ તા.૪-૮-ર૦૧૯ના રવિવારે સાંજે ૬ કલાકે ગાંધીનગર આવે તેવું આયોજન છે.

દરરોજ આશરે પ૦૦ કી.મી. થી ૬૦૦ કી.મી. ડ્રાઇવીંગ છે. દરરોજ ૬ કલાકથી શરૂ થઇ સાંજે ૬ કલાકે પુરૂ રોજ એક રાજયની રાજધાનીમાં રાત્રી નિવાસ દરમ્યાન દરરોજ દરેક રાજયના આગેવાનો, રમતવીરો, પત્રકારો સાથે રાત્રે ૮ થી ૯ મુલાકાત થશે.

આ સમગ્ર રૂટ દરમ્યાન વારંવાર જીટીપીએલ પરથી સમગ્ર રૂટ વિશે માહીતી મળતી રહેશે. ટોટલ ૧૬પ૦૦ કી.મી. આ રેકોર્ડ ડ્રાઇવીંગની સમસ્ત વિશ્વ નોંધ લેશે.

આ જાતનું આયોજન કરનાર ભરત દવેની સાથે તેમના બંન્ને પુત્ર ચિંતન દવે અને નિમિત દવે તથા આશુતોષ સુનીલભાઇ મહેતા રૂટ નેવિગેશન, મીડીયા સંચાલન તથા રૂટ દરમ્યાન તમામ કાર્યોમાં સહકાર આપશે.

હિમાલયન કાર રેલીમાં વિશ્વ રેકોર્ડ કરનાર ભરત દવે ૬૬ વર્ષની ઉંમરે આ કાર્ય કરે છે તે તેમની એક રીતે એક નવી મિશાલ છે. તેમના આ કાર્યમાં ગુજરાત સરકાર દ્વારા સહકાર મળ્યો છે.

(1:33 pm IST)