Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અપહરણના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી તા ૬ :  અમરેલી  પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા  તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ  બાતમી મેળવી અપહરણનો  ગુન્હો કરી નાસતા ફરતા આરોપીને મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના મીયાસાણા ગામેથી ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. પોતાની સગીર વયની દીકરીને તા.૨ ઓગષ્ટના રોજ વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામેથી આ કામનો આરોપી પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી  બદકામ કરવાના  ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરીયાદ આપેલ  હતી, જે ગુન્હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો  ફરતો હતો. મહેન્દ્ર ઉર્ફે ચંદુભાઇ ભાસ્કર (ઉ.વ.૨૨), ધંધો  મજુરી, રહે. છોડવડી, તા. ભેંસાણ, જી. જુનાગઢ, હાલ રહે. મીયાસાણા ગામની સમી તા. ખેરાલુ, જી. મહેસાણા વાળાને ગઇકાલે અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.

(1:30 pm IST)