Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

બગોદરા પાસે અકસ્માતમાં ર યુવકોના મોત

અમદાવાદ જીલ્લા પંચાયતના ભાજપના સદસ્યના પુત્રના મોતથી અરેરાટી

વઢવાણ, તા.,૬:  અમદાવાદના બગોદરા-વટામણ હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે સગા ભાઇનાં મોત નિપજતા અરેરાટી વ્યાપી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ટ્રક નંબર એન.એલ. ૦૧ એસી પ૦૪૬ના ચાલકે સામે આવી રહેલ બાઇક નંબર જી.જે. ૩૮-સી-ર૯પ૭ સાથે અકસ્માત કરતા બાઇક પર સવાર મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ વાસુભાઇ સોલંકી (ઉ.વ.૧૮) તથા આનંદ અશોકભાઇ સોલંકી બન્ને રહે. ગામ મેમર તાલુકો બાવળાને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

અકસ્માતની જાણ બગોદરા પોલીસને કરતા બીટ જમાદાર કિશોરસિંહ તથા ભરતભાઇ સાથે ઘટના સ્થળે પહોંચી બન્ને મૃત દેહોના પી.એમ કરાયા હતા. ટ્રક  ચાલકને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા તો બીજી બાજુ  અમદાવાદ જીલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અને પુર્વ શિક્ષણ સમીતીના ચેરમેન વાસુભાઇ સોલંકીના પુત્ર મહેન્દ્રનું અકસ્માતમાં મોત નિપજતા સમાજના આગેવાનો, સગાસબંધી, પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં બગોદરા આરોગય કેન્દ્ર પર દોડી આવ્યા હતા. (૪.૯)

(1:29 pm IST)