Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જુનાગઢ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના બેંક ખાતામાંથી રૂ.૮.૬પ લાખની ઉચાપત

સીનીયર કોચ અને કોમ્પ્યુટર ઓપરેટર સામે ફરીયાદ

જુનાગઢ, તા. ૬ : જુનાગઢ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના બેંક ખાતામાંથી સીનીયર કોચ અને કોમ્પ્યુટર ઓપરેટરે રૂ.૮.૬પ લાખની ઉચાપત કરી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સીનીયર કોચ જે.એ. જાદવ અને કોમ્પ્યુટર ઓપરેટર મહમદ દલે બેંક ખાતાની ચેક બુકમાંથી અલગ અલગ રકમના ચેકો બીજાના બેંક ખાતામાં નાંખી રૂ.૮,૬પ,૭૧રની ઉચાપત કર્યાનું ખૂલ્યું હતું. આ અંગે પ્રશિક્ષણ કેન્દ્રના કર્મચારી ગૌરાંગ હરેશભાઇ નરેએ ગઇ સાંજે એ-ડીવીઝનમાં ફરીયાદ કરતા પી.એસ.આઇ. એ.એલ. બારસીયાએ તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)