Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગોંડલમાં બ્રહ્મસમાજ દ્વારા સન્માન

ગોંડલ : રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પી. આઇ. એમ. એન. રાણા, મહેશભાઇ જાની,  ગોંડલ પી. આઇ. રામાનુજ, પી. એસ. આઇ. ઝાલા તેમજ તેમની ટીમની ગોંડલ અપહરણ કેસ ને નીડરતા પૂર્વક અને દિલ ધડક રીતે ગણતરીની કલાકોમાં પોતાના જીવના જોખમે સોલ્વ કરી અને નિર્દોષનો જીવ બચાવી ઉમદા અને પ્રશંસનીય ફરજ નિભાવી જે બદલ ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ હિતેશભાઇ રાવલ, ડો. સ્નેહલભાઇ બી. ભટ્ટ તેમજ સોની સમાજના આગેવાન નલીનભાઇ સોની દ્વારા રાજકોટ ડી. આઇ. જી. સંદિપ સિંઘના હસ્તે બહુમાન કરવામાં આવેલ છે. (તસ્વીર - અહેવાલ : જયસ્વાલ ન્યુઝ -ગોંડલ)

(11:42 am IST)