Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

માણસ આગળ આવતો હોય ત્યારે તેના પગ ખેંચવા નહિઃ પૂ.ભારતીબાપુ

આટકોટમાં સમસ્ત લુહાર સમાજ દ્વારા સતત સતી લોયણ દેવ માતાજીના મંદિરનો પાટોત્સવ

ધોરાજીઃ તા.૬,આટકોટ ખાતે સમસ્ત લુહાર સમાજ ના મહા સતી લોયણ માતાજીના મંદિર ખાતે અષાઢી બીજ મહોત્સવના પાટોત્સવ પ્રસંગે વિશાળ ધર્મ સભા યોજાઇ હતી જેમાં મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ ભારતીબાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા

મહામંડલેશ્વર ભારતીબાપુ એ વિશાળ ધર્મસભામાં અધ્યક્ષસ્થાનેથી જણાવેલ છે આટકોટ મહાસતીજી લોયણ માતાજીનું મંદિર સમગ્ર વિશ્વમાં અનેરો ઇતિહાસ ધરાવે છે માતાજીના અનેક પરચાઓ છે અને જે પ્રકારે આટકોટમાં મા લોયણ માતાજીનું જન્મ સ્થાન છે અને આ જ સ્થાને વિશાળ મંદિર સાથે સમાજ ની વાડી બંધાયેલ છે ત્યારે આટકોટ જસદણ ના તમામ લોકોને હું વિનંતી કરું છું કે એક નિયમ જરૂર લેજો કે હું દરરોજ માં લોયણ માતાજીના દર્શને આવીશ

માતાજીના અનેક પરચા ની સાથે સાથે જુનાગઢ ભવનાથ ની અંદર પરિક્રમાના માર્ગ ના ત્રીજા સ્ટેજ ઉપર આવેલ બોરદેવી માતાજીના મંદિરની વાત કરીએ તો પણ માં લોયણ માતાજીના સમાધિસ્થાન પણ બોરદેવી ખાતે છે બોરદેવી નું મહત્વ આટકોટ સાથે સીધું જોવા મળી રહ્યું છે ત્યારે લુહાર સમાજ ની અંદર ત્રણ ત્રણ મોટા સંતો થયા છે જેમાં મજેવડી દેવતણખી ધામ ખાતે દેવતણખી બાપા અને તેમની પુત્રી લીરલબાઈ અમરેલીમાં મહાત્મા મુળદાસ અને આટકોટમાં સતી લોયણ માં આ પ્રકારે એક જ સમાજમાં ત્રણ ત્રણ મોટા સંતો આપને મળ્યા છે જે સમાજ માટે ખુશીની વાત છે પરંતુ મેં એવું પણ જોયું છે કે લુહાર સુથાર સમાજમાં જયારે વિકાસ થતો હોય ત્યારે સમાજના જ લોકો પગ ખેંચવા વાળા જાજા છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જેટલા વાળ છે ને એટલા વધુ દુશ્મન છે છતાં પણ દેશના નાગરિકોએ એક સારા વડાપ્રધાન મેળવવા માટે મતદાન દ્વારા ભારતના ભાવિ પ્રધાનમંત્રી ને જોવા માટે મતદાન કર્યું તને ફરી ભારતના પ્રધાનમંત્રી તરીકે આપણે જોયા ત્યારે આ નરેન્દ્રભાઈ મોદીને સંતો મહંતો અને દરેક સમાજના લોકોનો ટેકો છે ત્યારે આ સ્થાને પહોંચ્યા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે લુહાર સુથાર સમાજ ની એકતા માટે જે લોકો કામ કરી રહ્યા છે એમના પગ હતા નહીં એમનો વાહો થાબળજો કારણ કે સમાજની સેવા કરે છે આ સાથે આટકોટ ખાતે પધારેલા નિરમા કંપની વાળા પરસોત્ત્।મભાઈ પિત્રોડા દાસ કાકા જેઓ હંમેશા સમાજ માટે તન-મન-ધનથી સેવા આપે છે ત્યારે આવતી અષાઢી બીજ ના ભોજન ના દાતા તરીકે ભારતીબાપુ જાહેરાત કરી હતી

આ સમયે આટકોટ જસદણ લુહાર સમાજ ના પ્રમુખ જે પી રાઠોડ નારણભાઈ ડોડીયા વિનુભાઈ ડોડીયા વિગેરે દ્વારા મહામંડલેશ્વર ભારતીબાપુ તથા અન્ય સંતો મહંતો નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ નિરમા કંપનીના પરસોતમભાઈ પિત્રોડા દાસ કાકા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ઓફિસી કિશોરભાઈ રાઠોડ જે. પી.પિત્રોડા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પિત્રોડા ગોંડલ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું

આ પ્રસંગે જસદણના પી.આઇ તેમજ જેતપુરના સુરેશભાઈ ગોહેલ સંત અગ્રણીઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહોત્સવના દાતાશ્રી દિલીપભાઈ હરજીવનભાઈ રાઠોડ અમદાવાદ વિનુભાઈ નરસિંહભાઇ ડોડીયા નિવૃત મામલતદાર મૂળજીભાઈ સોલંકી સહિતના અગ્રણીઓની પણ સન્માન કરવામાં આવ્યું હતું

આ સાથે સંસ્થાના પ્રમુખ જે પી રાઠોડ એ જણાવેલ કે આટકોટ લુહાર સમાજ માં સતી લોયણ માતાજીના મંદિરના સાનિધ્યમાં ત્રણ માળનું ભવન બનાવવામાં આવ્યું છે કાયમી માટે લોહાર સમાજને યાદગાર પ્રસંગો થઈ શકે તે માટે સારી વ્યવસ્થા ઉભી થાય તે માટે દાતાઓના દાનથી ભવન બનાવ્યું તે બદલ તમામ દાતાઓ નો આભાર માન્યો હતો અને જસદણ આટકોટ વચ્ચે ૧૨૪૦ વાર જમીન ખરીદી અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલય લુહાર સમાજ ની વાડી બનાવવાનો આયોજન કરવામાં આવેલું છે જેનો ખાતમુરત ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને દાતાઓના દાનથી ભવ્ય સમાજ અને છાત્રાલય બનાવવાનું સ્વપ્ન જસદણ અને આટકોટ લુહાર સમાજ દ્વારા કરવામાં આવશે

સમારોહને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જે પી રાઠોડ ઉપપ્રમુખ રમેશભાઈ ડોડીયા મંત્રી નારણભાઈ ડોડીયા ખજાનચી ચંદુભાઈ વાદ્યેલા મહામંત્રી રામજીભાઈ પરમાર ભરતભાઈ મકવાણા વિનુભાઈ ડોડીયા સહિતના ટ્રસ્ટીઓ તેમજ મહિલા મંડળ યુવક મંડળ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન નારણભાઈ ડોડીયા કરેલું હતું.

(11:33 am IST)