Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

તળાજા પાલિકાની સમિતિઓના ચેરમેન ને લઈ ભાજપ માં ભડકો

શહેર ભાજપ પ્રમુખ, પાલિકા ઉપ પ્રમુખ સહિતનાની સૂચક ગેરહાજરીઃ જિલ્લા સંગઠનના ફોન રણકયાઃ અમૂક નગરસેવક એ તો સરકયુલર માં સહી કરવાનીજ ના કરી દીધી.

ભાવનગરઃ  તા.૬, ભાજપ શાસિત તળાજા નગરપાલિકા ના શાશક પક્ષના નગરસેવકો માં વિવિધ સમિતિઓ ના ચેરમેન ની વરણી ને લઈ  અસંતોષ ભડકયો છે. આંઠ માંથી છ સમિતિઓ ના ચેરમેન ને રિપીટ  કરવામાં આવ્યા છે. અધ્યક્ષ એ બોલાવેલ બેઠકમાં પણ પાલિકા ઉપ પ્રમુખ સહિતના ગેર હાજર રહ્યાની વાતે ચકચાર મચાવી હતી.આ બાબત ના પડડદ્યા જિલ્લા સંગઠન સુધી પડ્યા છે.

 તળાજા નગરપાલિકા માં છેલા પંદર વર્ષથી ભાજપ નું કમલ ખીલે છે. જેમાં બે દિવસ પહેલા મળેલી સામાન્ય સભા માં વિવિધ સમિતિઓ ના સભ્યો ની રચના કરવામાં આવી હતી.પણ ચેરમેન જાહેર કરવામાં આવ્યા નહતા. એ સમએજ સમિતિઓ ના ચેરમેન ના પદ ને લઈ અ સંતોષ બહાર આવશે તેમ સળવળાટ હતોજ.જે આજે ખુલ્લો પડ્યો હતો.

આઠ માંથી છ સમિતિઓ ના ચેરમેન રિપીટ કરવામાં આવ્યા હતા. અસતુષ્ટ સભ્યો એ ટેલિફોનિક વાત માં જણાવ્યું હતુંકે પાલિકા ના ઉપ પ્રમુખ દિનેશ પરમાર સહિત પાંચ ગેર હાજર રહ્યા હતા. તો શહેર સંગઠન ને પણ વિશ્વાસ માં લેવામાં આવેલ નહોય સંગઠન અધ્યક્ષ પરેશભાઈ જાની પણ હાજર રહ્યા નહતા.

 ગેર હાજર સભ્ય એ જણાવ્યું હતુંકે મેંતો સહી જ નથી કરી. મારે ખાતું પણ જોઈતું નથી. એ ઉપરાંત ચેરમેનનો ની વરણી ને લઈ અસંતોષ હોય આજે છેક જિલ્લા સંગઠન સુધી વાત પહોંચાડવામાં આવી હતી.

 સમિતિઓ ના ચેરમેનો આ પ્રમાણે.

 પાંચ ચેરમેનો ને રિપીટ કરવામાં આવ્યા હતા. જેમાં કારોબારી ચેરમેન ડો. મારડીયા, પાણી પુરવઠા ના ભાવનાબેન ભાલીયા,સફાઈ માં ગીતાબેન સગર, વીજળી માં વિનુભાઈ વેગડ,જાહેર આરોગ્ય ,શિક્ષણ માં જયોત્સનાબેન સરવૈયા, જયારે વાહન સમિતિ માં રમાબેન ડાભી, બાંધકામ માં પ્રદીપસિંહ ગોહિલ, મનોરંજન માં આરજુબેન ભૂરાણી નો સમાવેશ થાય છે.

 કોઈનો અસંતોષ મારી જાણમાં નથી!

પાલિકા અધ્યક્ષ દક્ષાબા સરવૈયા વતી સુરેન્દ્રસિંહ સરવૈયા એ જણાવ્યું હતુંકે સંકલન થીજ સમિતિઓ બનાવાઈ છે. કોઈ સભ્યો ને અ સંતોષ હોઈ તેવું ધ્યાન માં નથી.

(11:27 am IST)