Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જૂનાગઢમાં વિદ્યાર્થી પાસેથી ૧૦૦ રૂપિયાની માંગણી કર્યા બાદ રૂપિયા પ૦ વસુલતો ટ્રાફિક કર્મચારીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

જૂનાગઢઃ જૂનાગઢના તળાવ ગેટ પાસે કોન્ટ્રેક્ટ ધોરણે ફરજ બજાવતો ટ્રાફિક-કર્મચારી રસ્તા પરથી પસાર થતા વિદ્યાર્થીઓનાં વાહનોને અટકાવી કોઈ ને કોઈ ફોલ્ટ બતાવી પૈસાની માગણી કરતો હતો. તે સૌપ્રથમ વિદ્યાર્થી પાસે રૂ.100ની માગણી કરતો હતો અને છેલ્લે આનાકાની બાદ રૂ.50 વસૂલતો હોય છે. સમગ્ર ઘટના મોબાઇલ વિડિયોમાં  કેદ થઈ ગઈ છે.

બીજી બાજુ, હવેની પેઢી પણ હવે હોશિયાર થઈ ગઈ છે. કોઈએ એના પૈસા ઉઘરાવવાના ત્રાસથી કંટાળી એનો મોબાઇલ- વિડિયો બનાવી આ રીતે વાઇરલ કર્યો છે. ટ્રાફિક જવાન સરકારી એમ્પ્લોઇ નથી. ટ્રાફિક-બ્રિગેડનો કોન્ટ્રેક્ટ બેસ પર કામ કરતો ટ્રાફિક જવાન હોવાનું જાણવા મળ્યું છે.

(6:25 pm IST)