Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રાજુલાના બાબરીયાધારમાં સરાજાહેર મોરનો શિકાર કરતા ભભુકતો ભારે રોષ

અમરેલી, તા.૬:  રાજુલા તાલુકામાં આવેલ બાબરીયાધાર ગામ માં સોમનાથ મંદિર પાસે આવેલ ૬૬ કેવી નજીક કેટલાકયુવાનો એ જે રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે તે મોરની હત્યા કરી નાખતા ચકચાર મચી ગય છે .

અહીં રીતસર સરાજાહેર માં શિકાર કરવા માં આવ્યો હતો

આ ઘટના ની જાણ થતાં પ્રથમ ગામ ના સરપંચ અનિલભાઈ લાડુમોરને જાણ થતાં વનવિભાગ ને જાણ કરવા આ આવી આ ઘટનાની ગંભીરતા દાખવી આર.એફ.ઓ.રાજલ પાઠક સહિત વનતંત્ર નો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો ઘટના સ્થળ પર પોહચી જુદી જુદી દિશા માં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અહીં અલગ અલગ લોકો ની પૂછ પરચ પણ કરવા માં આવી રહી છે ગામમાં આગેવાનો પણ એકઠા થયા હતા હાલ માં વનવિભાગને સમગ્ર ઘટના ઠ્ઠમ ની હકીકત મળી ગઈ છે પરંતુ અહીં ના શિકાર પ્રવુતિ કરતા કેટલાક લોકો આ ઘટના બાદ ફરાર થયા છે અને શિકાર કોને કર્યો તેને લઇ ને તપાસ ચાલી રહી છે વનવિભાગ ની ૧ ટીમ આરોપી ની શોધખોળ કરી રહી છે આ શિકાર થતા ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રભે છે મોર પ્રેમી ઓમાં નારાજગી જોવા મળી રહી છે.

 રાજુલા પંથકના અનેક ગામડામાં ખૂબ મોટા પ્રમાણમાં મોરનો વસવાટ છે બીજી તરફબાબરીયાધારના ભૂતકાળની વાત કર્યે તો અહીં અનેક વન્યપ્રાણીના મૃતદેહ પણ મળી ચુકયા છે

અને અગાવ દીપડા નો પણ શિકાર થયો હતો જેને લઈ ને વનતંત્ર આ ઘટનાની ખૂબ ગંભીરતા દાખવી તપાસ કરી રહી છે દીપડાના શિકારમાં આ ગામના આરોપીના જ નામ વર્ષો પહેલા ખુલ્યા હતા જેને લઈને અલગ અલગ દિશા માં વનતંત્ર.

(3:55 pm IST)