Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કાળીપાટના સંજય પરમારે શાપરમાં સસરાના ઘરે જઇ ઝેર ગટગટાવ્યું

રિસામણે બેઠેલી પત્નિને તેડવા ગયો પાછી ન આવતાં પગલું

રાજકોટ તા. ૬: રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે રહેતાં સંજય વાલજીભાઇ પરમાર (ઉ.૩૨) નામના વણકર યુવાને શાપર વેરાવળના બુધ્ધનગરમાં રહેતાંસસરા કેશુભાઇ જેઠાભાઇ રાઠોડના ઘરે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ નિવેદન નોંધી શાપર પોલીસને જાણ કરી હતી. સંજય બે ભાઇમાં મોટો છે અને રિક્ષાચાલક છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પત્નિ ઇન્દુ સાથે ઝઘડો થતાં તેણી કેટલાક દિવસથી શાપર માવતરે રિસામણે આવી ગઇ હતી. ગઇકાલે સંજય તેને તેડવા ગયો ત્યારે પત્નિએ તું ઝઘડા કરે છે એટલે હમણા નથી આવવું તેમ કહેતાં માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું હતું. સંજયની તબિયતમાં સુધારો થઇ જતાં રાત્રે જ રજા લઇ લીધી હતી. (૧૪.૫)

 

(11:56 am IST)