Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વાંકાનેરના રાણેકપરમાં દુષ્કર્મ-હુમલામાં મૌલાના સહિતના આરોપીઓની શોધ

પીએસઆઈ ધાંધલ કહે છે કે, પોલીસે લાઠીચાર્જ કર્યો જ નથી, આરોપીઓના કુટુંબીજનો દ્વારા પોલીસ પર પ્રેસર લાવવા યુકિત અજમાવાઈ છેઃ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

વાંકાનેર, તા., ૬: વાંકાનેરના રાણેકપર ગામે ગઇકાલે થયેલા હુમલાના અને દુષ્કર્મની કોશીષના આરોપીઓને પકડવા માટે પોલીસ રાણેકપર ગામે પહોંચતા આરોપીઓના કુટુંબીજનોએ પોલીસનો સામનો કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરેલ જેમાં અમુક છોકરાઓને સામાન્ય ઇજા થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પીટલે દાખલ કરાવેલ બાદમાં હોસ્પીટલે લોકોના ટોળા એકઠા થતા પોલીસે કુનેહથી ટોળાને વીખેરી નાખી સ્થિતિ સામાન્ય કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવતા કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

બાદમાં રાજકીય આગેવાનો પોલીસ સ્ટેશને પોલીસ પર પ્રેશર મુકવા અર્થે પ્રથમ પોલીસ પર ફરીયાદ દાખલ કરવા દબાણ કરેલ પરતુ સામે પોલીસે પણ ફરજની રૂકાવટ અંગેની કલમ ઉમેરવાની પ્રતિક્રિયા વ્યકત કરતા રાજકીય આગેવાનોએ પોલીસ સામે ફરીયાદનો મામલો ટાળી દીધો હતો અને પોલીસે પણ દુષ્કર્મની કોશીષના આરોપીઓને તાત્કાલીક હાજર કરવા દબાણ કરી હવે આગળની કાર્યવાહી કડક હાથે કરાશે તેવું જાણવા મળે છે. તેમજ રાયોટીંગના કોઇ પણ આરોપીઓને છોડવામાં આવશે નહીં અને કાયદો કાયદાનું કામ કરશે આવા ગંભીર ગુનાના આરોપીઓને પોલીસ પદાર્થ પાઠ રૂપી સબ શીખવાડશે તેમ પોલીસ દ્વારા કહેવાયું તેમજ વાંકાનેરના રાણેકપરમાં કોઇ બીજો અનિચ્છિય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હુમલા અને દુષ્કર્મમાં સામેલ મૌલાના સહિતના આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે.

દરમિયાન આ અંગે વાંકાનેરના પીએસઆઇ એમ.કે. ધાંધલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવા ગયા ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવેલ નથી. આરોપીઓના કુટુંબીજનો દ્વારા પોલીસે પર પ્રેસર લાવવા યુકિતઓ અજમાઇવા પોલીસ કાયદા મુજબ જ કામ કરશે.

(11:56 am IST)