Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ખેરવા-ઘીયાવડમાંથી અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ ઝાલાનો ૨૬.૬૭ લાખનો દારૂ જપ્ત

રાજકોટ ક્રાઇમ બ્રાંચનો ખેરવાની ઓરડીમાં અને મોરબી એલસીબીનો ઘીયાવડની સીમમાં દરોડોઃ ખેરવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી અને ઘીયાવડમાં મોરબી એલસીબીને મળેલી બાતમી પરથી કાર્યવાહીઃસ્કોર્પિયો સાથે મહેશ ઉર્ફ મુન્નો કોળી પકડાયોઃ મોન્ટુ ઝાલાની શોધખોળ

પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા અને ટીમ, જ્યાં દરોડો પડ્યો એ ખેરવાની સીમની ઓરડી અને દારૂનો જથ્થો તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૬: વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ છેલ્લા બે મહિનાથી ધોંસ બોલાવી રહી છે. વધુ બે દરોડામાં લાખ્ખોનો ગેરકાયદે શરાબ જપ્ત થયો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ખેરવાની સીમમાં એક ઓરડીમાં દરોડો પાડી રૂ. ૧૭,૫૨,૦૦૦નો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે મોરબી એલસીબીએ ઘીયાવડની સીમમાંથી કોળી શખ્સને રૂ. ૯,૧૫,૩૦૦ના દારૂ અને સ્કોર્પિયો સાથે પકડી લીધો હતો. આ બંને સ્થળેથી પકડાયેલો દારૂનો જથ્થો ખેરવાના બુટલેગર અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ  ગંભીરસિંહ ઝાલાનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આમ બે દરોડામાં કુલ રૂ. ૨૬,૬૭,૦૦૦નો દારૂ કબ્જે થયો છે. મુખ્ય બુટલેગર હર્ષદનો 'માલ' હોવાની પણ ચર્ચા જાગી છે. જો કે મોન્ટુ પકડાયા બાદ સાચી વિગતો ખુલશે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચનાથી તથા પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક અને હરદેવસિંહ રાણાને ચોક્કસ બાતમી મળતાં કુવાડવા તાબેના ખેરવા ગામની સીમમાં ખરાબાની વીડીમાં નવી બનાવાયેલી ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ ઓરડીમાં ખેરવાના બુટલેગર અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ ઝાલાએ દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમી હતી, જે સાચી ઠરી હતી. ઓરડીમાંથી રૂ. ૧૭,૫૨,૦૦૦નો ૪૨૨૪ બોટલ દારૂ મળી આવ્યો હતો. મોન્ટુ હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ આ શખ્સ દારૂના જથ્થા સાથે પકડાઇ ચુકયો છે.

મોરબી એલસીબીનો દરોડો

મોરબી એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. આર. ટી. વ્યાસ, જયવંતસિંહ ગોહિલ અને ટીમને પણ ચોક્કસ બાતમી મળતાં વાંકાનેરના ઘીયાવડની ખાલીપો નામની સીમમાં આવેલી ભીમાભાઇ ચનાભાઇ બાવળીયાની વાડીની બાજુના ખરાબાના મકાનમાં દરોડો પાડવામાં આવતાં રૂ. ૯,૧૫,૩૦૦નો ૨૪૭૨ બોટલ દારૂ મળતાં મહેશ ઉર્ફ મુન્નો ધુડાભાઇ કોળીને પકડી લઇ ૧ાા લાખની સ્કોર્પિયો ગાડી નં. જીજે૦૬સીબી-૩૯૫ અને ૫ હજારનો મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો છે. આ દારૂ પણ અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ ઝાલા (રહે. ખેરવા)નો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. મોરબીના પ્રતિનિધિના અહેવાલ મુજબ મોરબી જીલ્લાના હળવદ ખાતે ગૃહમંત્રી મુલાકાતે આવવાના હોઇ તે અંતર્ગત દારૂના દરોડા શરૂ થયા છે. જેમાં મોટો જથ્થો મોરબી એલસીબીએ પકડી લીધો છે. (૧૪.૬)

(11:55 am IST)
  • સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરમાંથી ગુમ થયેલ બે સગીર બાળકો અને એક યુવાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા:મુંબઈ તરફ ફરવા જવાનું નક્કી કરી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. access_time 11:24 pm IST

  • અમદાવાદ: કુંવરજીભાઈ બાવળીયા બાદ ઓબીસી મતબેંકને એકજુથ રાખવા કોંગ્રેસની કવાયત : કોંગ્રેસે ઓબીસી સમાજના નેતાઓ સાથે કરી બેઠક:ઓબીસી સમાજને સાથે રાખવા કોંગ્રેસે કરી બેઠક : ઓબીસી સમાજના તમામ નેતાઓને બોલાવ્યા : તમામ આગેવાનો સાથે કરી વિસ્તૃત ચર્ચા access_time 7:14 pm IST

  • સુરેન્દ્રનગરમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ અને એક કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા:બંનેએ પ્રોહિબિશનનો ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી.:એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:32 am IST