Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જામનગર : ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આરોપી વિરૂદ્ધનું 'ચાર્જશીટ' રદ કરવા હુકમ

જામનગર, તા. ૬ : પોલીસની ફરજમાં રૂકાવટ અંગેના ગુનામાં આરોપી વિરૂદ્ધનું ચાર્જશીટ રદ કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.

જામનગરમાં રહેતા અશ્વિન ડાયાલાલ જેઠવા નામની વ્યકિત વિરૂદ્ધ જામ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઇ.કે. શેખ દ્વારા એવા મતલબની ફરીયાદ કરવામાં આવેલ કે અશ્વિન જેઠવા વિરૂદ્ધ અરજીની તપાસના કામે આરોપી અશ્વિન જેઠવા દ્વારા પોલીસને પોતાનું નામ જણાવવા ઇન્કાર કરેલ તથા નામ જણાવવું નથી તેમ કહી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબઇન્સ્પેકટરની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલો હોય આઇ.પી.સી. કલમ ૧૮૬ મુજબ ગુનો દાખલ કરેલ તથા તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલ.

આ ચાર્જશીટ વિરૂદ્ધ આરોપી અશ્વિન જેઠવાએ તેમના વકીલ મારફત કોર્ટમાં તેમના વિરૂદ્ધ કરવામાં આવેલ ચાર્જશીટ પરથી કોર્ટને કેસ ચલાવવાની સત્તા ન હોય તેમના વિરૂદ્ધનો કેસ ચલાવી શકાય તેમ ન હોય તેમના વિરૂદ્ધ કરવામાં આવેલ ચાર્જશીટ રદ કરવા અરજી કરેલ જે અરજી કોર્ટ દ્વારા મંજૂર કરી આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રદ કરવા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં આરોપી અશ્વિન જેઠવા તરફે એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી તથા પિયુષ જે. પરમાર રોકાયા હતાં.

(11:46 am IST)