Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભાવનગરમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરનારની અટકાયત

પાલીતાણામાં સરકારી જમીન ઉપરનો કબ્જો હટાવો

ભાવનગર તા. ૬ :.. પાલીતાણાના તળાજા રોડ પર આવેલ વણકરવાસ વિસ્તારમાં શૌચાલય માટેની સરકારી જમીન પર દેવજીભાઇ પ્રેમજીભાઇ ચુડાસમાએ ગેરકાયદે કબજો કરી મકાન ચણી લેતા વણકરવાસમાં રહેતા સુરેશભાઇ મનુભાઇ મારૂએ અગાઉ કલેકટર કચેરી ખાતે અરજી આપી દબાણ દૂર કરવા રજૂઆત કર્યા બાદ આજે ફરી રજૂઆત માટે આવ્યા હતાં તે દરમ્યાન તેમણે કલેકટર કચેરી ખાતે આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી.

આ ઘટનાના પગલે ભાવનગરમાં કલેકટર કચેરી ખાતે લોકો એકઠા થઇગયા હતાં. પોલીસે સુરેશભાઇની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:45 am IST)