Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સાંજે જસદણમા બાવળીયા અને બોઘરાનુ વર્ષો બાદ મિલન

જસદણ તા.૬: જસદણના પૂર્વ કોંગ્રેસના અને હાલ ભાજપના ગાંધીનગર તોઠીક પણ દિલ્હી સુધીના દરવાજા ખખડાવતા પ્રજા વચ્ચે રહેનારા ડો.ભરતભાઇ બોઘરા અને તાજેતરમાં ભાજપનો ભગવો ધારણ કરી કેબીનેટ મંત્રી બનેલા કુંવરજીભાઇ બાવળીયા આ બંને નેતાઓનું ૨૦૦૯ પછી જાહેરમાં મિલન થશે ગુરૂવારથી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા રવીવાર સુધી જસદણ વિંછીયા અને સૌરાષ્ટ્રના કેટલાંક જીલ્લા અને ગામોના પ્રવાસમાં છે.

આજે શુક્રવારે સાંજે ભાજપના આટકોટ રોડ પર આવેલ કમલમ કાર્યાલય ખાતે એક સમયના કુંવરજીભાઇના ચેલા અને ભાગીદાર ડો.ભરતભાઇ બોઘરાએ કુંવરજીભાઇ થોજા જ દિવસ પહેલા ભાજપનો ખેસ ધારણ કર્યો અને કેબીનેટ મંત્રી બની ગયા આ અંગે તેમનો સન્માન સમારોહ ગોઠવ્યો છે જેમાં ભરતભાઇએ દરેક આગેવાનો,હોદ્દેદારો અને કાર્યકરોને જાહેર નિમંત્રણ આપી દીધું છે પરંતુ મંત્રીશ્રી બાવળીયાના ચાર દિવસના સત્તાવાર પ્રવાસમાં આ કાર્યક્રમની યાદી નથી પણ પ્રવાસ ગોઠવાયા પછી કદાચ આ કાર્યક્રમ ગોઠવાયો હશે. જે પણ કારણ હોય પણ આ બંને નેતાઓ આજે સાંજે ઘણાં વર્ષો પછી જાહેરમાં ગળે મળવાના છે.

ત્યારે ભાજપના જુના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં આ પળને માણવા કમલમ ખાતે આવશે ઇસ્વીસન ૨૦૦૯ પહેલા ડો.ભરતભાઇ બોઘરા અને ડો.કુંવરજીભાઇ બાવળીયાએ વર્ષો સુધી કોંગ્રેસમાં સાથે રહી કામ કર્યુ દરમિયાન ૨૦૦૯ પહેલા બન્ને વચ્ચે કોઇ કારણોસર મતભેદ-મનભેદ સર્જાતા ભરતભાઇએ તે સમયના રાજયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આંગળી પકડી ધારાસભાની પેટા ચૂંટણી જીતી બતાવી અને તાલુકામાં અબજો રૂપિયાના વિકાસકામો કરાવ્યા ત્યારબાદ બંને જાહેરમાં હસ્તધનુન કરતા દેખાયા નથી અને ૨૦૧૮માં શ્રીકુંવરજીભાઇ બાવળીયાએ રાહુલ ગાંધીને ભાંડી ભાજપનો ભગવો પહેરી કેબીનેટ મંત્રી બની ત્રણ ખાતા સંભાળી આજે જસદણ-વિંછીયાના પ્રવાસે છે અને એક સાંજના કાર્યક્રમમાં આજે સાંજે એક સમયના ખાસ જોડીજાર નેતાઓ લાંબા સમય પછી એકબીજાને ગળે મળવાના છે.

કુંવરજીભાઇ મંત્રી બન્યા બાદ પ્રજાને પણ કેટલીક અપેક્ષા છે દરમિયાન સામાજિક કાર્યકર હિતેશ ગોંસાઇએ જણાવ્યું કે ગાંધીનગરમાં કુંવરજીભાઇ છે. ત્યારે જસદણને પીવા માટે પાણીનો એક નવો ફિલ્ટર પ્લાન્ટ આપે સરકારી હોસ્પિટલમાં વિવિધ નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરે જેથી વધુ સારવાર લેવા જતા કોઇને જીવ ખોવો ન પડે અને રજવાડા સમયની ડી એસ વી કે હાઇસ્કુલ ખાનગી ટ્રસ્ટ પાસેથી પરત લઇ સરકાર હસ્તક આ હાઇસ્કુલ અને બાળકોની શાળાનું સંચાલન થાય તે અત્યંત જરૂરી છે.

(11:44 am IST)
  • ભાવનગરના તળાજા પંથકમાં નજીક દીપડાનો આતંક, પીઠલપુરમાં દીપડાએ સ્થાનિક યુવકો પર કર્યો હુમલો, 2 યુવકો પર હુમલો કરીને પહોચાડી ભારે ઈજા : ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો access_time 6:31 pm IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : ખેરવા ગામમાં બનાવેલ ઓરડીમાંથી 17,52 લાખની જુદી-જુદી બ્રાન્ડની 4224 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી ;ઓરડીનો મલિક અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ઝાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો access_time 12:07 am IST

  • રાજ્ય પર બનેલી વરસાદી સિસ્ટમ નબળી પડી:સિસ્ટમ નબળી પડતા અપેક્ષા મુજબ નહી વર્ષે વરસાદ:માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે મધ્યમથી ભારે વરસાદ access_time 11:21 pm IST