Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ટેકાના ભાવ ઝાંઝવાના જળ સમાન : છેતરપીંડી છે

ઉપલેટા તા. ૬ : ભા.જ.પ. સરકારમાં ખેડુતો બરબાદ થયા છે. ખેડુતોને ખુલ્લા બજારમાં સ્ટોડીયાઓને હવાલે કરી દીધા છે. ટેકાના ભાવે સરકારની ખરીદી માટે કાયમી વ્યવસ્થાતંત્ર નથી અને સમયસર ખરીદીઓ થતી નથી તેના પરિણામે નાના અને ગરીબ જરૂરીયાતમંદ ખેડુતોની ખેત પેદાશો ખુબ નીચા ભાવે વેચાઇ છે. સને ૨૦૧૮/૧૯ ના વર્ષમાં ખેડુતોના ચણા રૂ.૭૦૦ કઠોળ, તુવેર રૂ.૬૫૦ મગ,અળદ રૂ.૭૫૦ અને કપાસ રૂ.૮૦૦ મગફળી રૂ.૬૫૦ના ભાવથી બાજરો રૂ.૨૦૦ અને ઘઉં રૂ. ૨૭૫ આસપાસના ભાવથી વેચાયેલ છે. જેમાથી ખેડુતોને ઉત્પાદન ખર્ચ પણ મળતુ નથી. સરકારની જાહેરાતોમાં ખેડુતોને કોઇ ભરોસો નથી કેન્દ્રની ભા.જ.પ સરકારના ચાર વર્ષના શાશનકાળમાં ડો. સ્વામીનાથન સમીતીની ભલામણોનો સ્વીકાર થયો નથી. ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ ખેડુતોને આપીશુ તેવા ચુંટણી સમયે વચન આપ્યા બાદ ગુજરાતના મુખ્ય પાક કપાસ, મગફળી, ડાંગર, કઠોળ, તુવેર અળદ બાજરા , મકાઇ જેવા પાકોના ટેકાના ભાવમાં માત્ર ૧૦ થી ૧૨ % જેવો એવરેજ વધારો કર્યો જે ખેડુતોની મશ્કરી અને ફરી એકવાર છેતરપીંડી સમાન ખેડુતો માને છે.

અખીલ ભારતીય કિશાનસભાએ દેશભરના ખેડુતો માટે નીતીઓ બદલો નહી તો ગાદી છોડોના નારા સાથે ૯ ઓગષ્ટ ઐતિહાસિક ભારત છોડોના દિવસે ખેડુતો દેશભરની જેલો ભરી દેશે અને ૫ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં પાંચ લાખ ખેડુતોની રેલી યોજી સરકારને લલકાર કરી માંગ કરશે. ડો.સ્વામીનાથન સમીતીની  ભલામણ સ્વીકારો અને ખેડુતોને ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ આપો. ગરીબ  અને નાના ખેડુતોને વૃધ્ધ પેન્શન રૂ. ૫૦૦૦ આપો અને ખેડુતોના તમામ સરકારી, સહકારી ચાર્જ નાબુદ કરોની માંગ કરશે. ગુજરાત રાજ્ય વ્યાપી ખેડુતોને અભિયાનમાં જોડાવા કિશાનસભા દ્વારા સંમેલનો મીટીંગો ચાલી રહ્યાનુ જણાવેલ છે.

(11:44 am IST)