Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મેંદરડામાં વરસાદ બાદ પાણીનો નિકાલ નહીં: ઠેર-ઠેર કાદવ-કિચડ

મેંદરડા તા. ૬: વરસાદ બાદ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઠેર-ઠેર નદીઓ-કાદવ-કીચડ પાણીની નદીઓ ભરાય જાય છે. ચોમાસા પેલા અનેકવખત રજુઆત છતા આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

સાતવડલા વિસ્તાર આશ્રમ રોડ, મેન શાસણ સોમનાથ જતો હાઇવે રોડ સાકળી અનેક ગલીઓમાં તેમજ સરદારચોક કીચડ તેમજ પાણીના ટાંકા પાસે કીચડ ઠેર-ઠેર સમસ્યાઓ તેમ જ મેન મોટી આખા મેંદરડા ગામની ગલીએ ગલીએ ર ઇંચ વરસાદથી  છલકાતી ભુગર્ભ ગટરોની ૫૦ ફરીયાદો રોજની થાય છે. કુંડીઓને હીસાબે ઘરમાં ટોયલેટમાં પણ પાણી પાછા આવવાથી જવાતું નથી. હાલ ગ્રામ પંચાયત દ્વારા જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને કાયમી ગટર સફાઇ થાય તેની રજુઆત કરવામાં આવી છે.

મુખ્ય માર્ગ શાસણ સોમનાથ જતો અને રોડ તો ના બન્યો પણ માટી પણ ચોમાસા દરમિયાન નાખવામા ના આવી ચોમાસુ ચાલુ થયું ત્યારે માટી નાખવાનું કામ ચાલુ થયું ચાલુ ચોમાસે એ પણ જેટલી માટી જોઇએ એના કરતા રપ ટકા માટી પાથરી દેવામાં આવી ર દિવસથી એમનમ ઢગલા પડયા છે.

(11:43 am IST)