Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નવા મેનુમાં પડતી મુશ્કેલી મુદ્દે કાલાવડમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની રજૂઆત

 કાલાવડ  : અહીંયાતાલુકાના મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના  હોદેદારો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઉદેશી સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર પાઠવાયું છે કે, મધ્યાહન ભોજન યોજનામાં રાજય સરકાર દ્વારા અમલમાં આવેલ નવું મેનુમાં સૂકી ભાજી બનાવવાની થાય છે, જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ ૧ થી પ ના ધોરણમાં ભાગ લે તો ૧૦ કિલો લોટના થયેલા અંદાજે ૩૦૦ થેપલા બનાવવાના થાય છે જેના માટે ફકત પ૦૦ ગ્રામ તેલ અપાતું હોવાથી બનાવવા અશકય છે એવી જ રીતે સુકીભાજી પ કિલો બટકાની પ૦૦ ગ્રામ તેલમાં પણ બનાવવી શકય નથી... હાલમાં દરામણ માટે એક વિદ્યાર્થીના ૦.૯ પૈસા અપાય છે ત્યારે ૧૦૦ વિદ્યાર્થીના ૯ રૂપિયા થયા છ, પરંતુ બજારમાં ર૦ કિલો અનાજ દરામણના અંદાજે ૭૦/૮૦ રૂપિયા છે આપવામાં આવે છે. માત્ર ૧૮ જ રૂપિયા...!! તો ભેગું કેમ કરવું ? આ મામલે સત્વરે યોગ્ય કરવામાં આવે તે જરૂરી . તસ્વીરમાં રજૂઆત કરતા કર્મચારીઓ દર્શાય છે.

(11:42 am IST)