Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કોડીનાર નાગરીક સહકારી બેંકની ૬૭મી સાધારણ સભા યોજાઇ

કોડીનાર તા.૬ : કોડીનાર નાગરીક સહકારી બેંકની ૬૭મી સાધારણ સભા અહીના બ્રહ્મપુરી ખાતેના હોલમાં બેંકના ચેરમેન અમૃતલાલ જે.જાનીના પ્રમુખ સ્થાને મળી હતી. આ સાધારણ સભામાં બેંકના મેનેજર બિપીનભાઇ જાનીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

સભાસદો, ડીરેકટરો કે કર્મચારીગણના અવસાન પામેલા સ્વજનોને યાદ કરી બે મીનીટનું મૌન પાળ્યુ હતુ.

ચેરમેન અમૃતલાલ જાનીએ ઉપસ્થિત સભાસદોને જણાવેલ કે કોડીનાર નાગરીક સહકારી બેંકે નાણાકીય વર્ષ તા.૧-૪-૧૭ થી તા.૩૧-૩-૧૮ સુધીમાં રૂ. ૧૨૦,૦૩ લાખનો નફો કર્યો છે. આપણી બેંક ૬૭ વર્ષની દિર્ઘકાલીન યાત્રામાં બેક સહકારીક્ષેત્રે ઉત્પન્ન થયો વિપરીત પરિસ્થિતિમાં પણ ઉલ્લેખનીય પ્રગતી સાધી છે. બેંકની પ્રગતીમાં સભાસદો, ભાઇઓ, બહેનો, ચેમ્બર ઓફ કોમર્સ કોડીનાર અને અન્ય સ્થાનિક સંસ્થાના પ્રશંસનીય સહકારથી સુરક્ષીત રીતે અને સક્ષમ રીતે સફળતાપુર્વક આગળ વધી રહી છે. આ ઉપરાંત કર્મચારીગણ અને બોર્ડ ઓફ ડીરેકટરોના પણ સક્રિય સહકાર મળેલ છે.

ચેરમેનએ જણાવેલ કે, ગત વર્ષ આખરે કુલ ધિરાણ રૂ.૩૯૧૫.૭૫ લાખ હતુ. બેંક સમગ્ર તાલુકાના લોકોની આર્થિક જરૂરિયાતો શકત તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરતા ચાલુ વર્ષ દરમિયાન ધિરાણોમાં રૂ.૪૪૮.૩૯ લાખનો વધારો થતા વર્ષાન્તે  કુલ બાકી ધિરાણો રૂ.૪,૩૬૪,૧૪ લાખનું રહે છે.

કરજદારો તથા તેમના જામીન પણ સંપુર્ણ જાગૃત રહે તો બેંકનો આર્થિક વિકાસ આનાથી પણ વધુ સારી રીતે થઇ શકે છે. આ તકે તમામ કરજદારો અને તેમના જામીનોને અપીલ કરતા કહેલ કે તેઓ પોતા ઉપરના કરજની સમયસર વસુલાત આપવા સતત પ્રયત્નશીલ રહે. જેથી બેંકના અધિકારીઓનો પણ વસુલાત મેળવવા કાયદાકીય પ્રક્રિયામાં વ્યર્થ થતો સમય બચાવી શકાય.

બેંકના એકાઉન્ટને સુરેશભાઇએ ૨૦૧૭-૨૦૧૮ના હિસાબોનું સરવૈયુ ઉપસ્થિત સભાસદોને વાંચી સંભળાવતા કે આપણી બેંકમાં ગત વર્ષની થાપણો રૂ.૮૧૪૮.૦૫ લાખ જમા હતી. જેમાં ચાલુ વર્ષ દરમિયાન રૂ. ૭૨૩.૪૯ લાખનો વધારો થતા વર્ષનું કુલ થાપણ રૂ. ૮,૮૭૧,૫૪ લાખ રહે છે.

મહિને નિયમીત રીતે એડવાન્સમાં વિમા, વિમા પ્રિમીયમ ભરી આપે છે. આ સાધારણ સભામાં તમામ ડીરેકટર હાજર રહ્યા હતા. આભારવિધી બેંકના મેનેજર બિપીનભાઇ જાનીએ કરી હતી.

(11:41 am IST)