Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જસદણ તાલુકા પંચાયતની સામાન્ય સભા પહેલા જ ભાજપ શાસિત બનશે?

જસદણ તા ૬ : જસદણ તાલુકા પંચાયત આગામી તેમની સામાન્ય સભા પહેલા જ ભાજપ શાસિત બને એવા ઉજળા સંજોગો અંગે સભ્યોમાં ચર્ચા થઇ રહી છે જસદણ તાલુકા પંચાયતની બીજી ટર્મની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ છગનભાઇ વોરાના અધ્યક્ષસ્થાને આગામી તા. ૧૩ જુલાઇ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે યોજાવાની છે. ખાસ કરીને આ સામાન્યસભામાં નવ સભ્યોની કારોબારી અને પાંચ સભ્યોઁની સામાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવશે. પણ અઢી વર્ષ પહેલા તાલુકા પંચાયતની ચુંટણી થઇ ત્યારે ત ે સમયે કુલ ૨૨ સભ્યોમાંથી ૧૯ સભ્યો કોંગ્રેસના અને ૩ સભ્યો ભાજપના ચુંટાઇ આવ્યા હતા. આ પૈકી મોટાભાગના સભ્યો હાલ ભાજપના મંત્રી બનેલા પૂર્વ ડાયનેમીક ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની તદ્ન નજીક છે. બીજી ટર્મની સામાન્ય સભા પહેલા તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી ભાજપ શાસિત બને એવી ચર્ચા ચાલી રહી છે, તેથી સ્થાનીક રાજકારણીઓ ની મીટ તાલુકા પંચાયત તરફ મંડાઇ છે. તસ્વીર હુસામુદીન કપાસી (જસદણ)

(11:38 am IST)