Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સોમનાથમાં ઠેર ઠેર ગંદકી

પ્રભાસ પાટણઃ  વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાનાં સફાઇ કર્મચારીઓ દ્વારા ઉપવાસ હડતાળ પાડવામાં આવેલ છે. નગરપાલીકા દ્વારા સફાઇ કામદારોને કોન્ટ્રાકટ પર રાખવા બદલ સફાઇ કામદારો રાખવાનું થતાં આ કામદારો હડતાલ ઉપર ઉતરેલ છે જેના કારણે સોમનાથ પ્રભાસ પાટણ વિસ્તારમાં સફાઇનાં અભાવે જયા-ત્યાં ગંદકી, કચરો જોવા મળેલ છે અત્યારે ચોમાસાની સીઝનમાં ગંદકીને કારણે લોકોમાં રોગચાળાનો ભય રહેલ છે જેથી આ સફાઇ કામદારોનાં પ્રશ્નને ઉકેલવા નગરપાલીકા ખાસ ધ્યાન આપે જેથી ફરીથી આ સફાઇ કામદારો કામે લાગી જાય અને સફાઇ શરૂ થઇ જાય જેથી લોકોને રાહત મળે તસ્વીરમાં કચરાના ઢગલા જોવા મળે છે.

(11:38 am IST)