Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જયાં જયાં ભાજપ જીતી ન શકે ત્યાંના ધારાસભ્યો, સાંસદસભ્યોને લાલચ આપી લોકશાહી વિરૂદ્ધ ભાજપમાં લઇ અવાય છે : આહીર

ઉપલેટા, તા. ૬ : આહીર અગ્રણી અને છેલ્લા ત્રીસ વર્ષથી સતત ગઢાળાના સરપંચ તરીકે ચૂંટાતા નારણભાઇ આહીરે એક યાદીમાં જણાવેલ છે કે, જયારે જયારે ધારાસભા કે લોકસભા સહિતની નાની મોટી ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી સતા મેળવવા જે જે સીટો ઉપર તેઓ પહોંચી નથી શકતા તેવા વજનદાર ધારાસભ્ય સાંસદસભ્યોને પ્રધાનપદ સહિતી લાલચ આપી ભાજપમાં પ્રવેશ આપી ચૂંટણી જીતે છે પછી ડંફાસો મારે છે કે અમારે કોંગ્રેસ મુકત ભારત બનાવવું છે આવી લોકશાહી લાંછનરૂપ પ્રવૃતિ કરે છે.

વધુમાં તેમણે જણાવેલ છે કે આના દાખલા જોઇએ તો દ્વારકાના પબુભા માણેકને પહોંચી ન શકતા તેમને ભાજપમાં પ્રવેશ અપાવી દીધો આવી જ રીતે જામનગરના પુનમબેન માડમ, હુકભા, કાલાવડના રાઘવજી પટેલ, પોરબંદરના વિઠલભાઇ રાદડીયા, જેતપુરના જયેશભાઇ રાદડીયા, જસદણના ભોળાભાઇ ગોહેલ, જુનાગઢના મહેન્દ્ર શરૂ દેશભરમાં અને ગુજરાતમાં તો અસંખ્ય દાખલ મોજુદ છે અને જીલ્લા તાલુકા પંચાયત કોર્પોરેશન નગરપાલિકા કે ગ્રામ પંચાયતના પણ નાના આગેવાનોને પણ આવી જ રીતે ભાજપમાં લઇ આવી સતા મેળવી છે અને હમણા છેલ્લે જસદણના કુંવરજીભાઇ બાવળીયાને કેશરીયા કરાવ્યા અને ખૂબી તો એ છે કે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભાજપમાં પ્રવેશ આપ્યો અને તેના માત્ર બે કલાકમાંજ તેમને શપથ લેવડાવી કેબીનેટ મંત્રી પણ બનાવી દીધા હજુ તેઓ ચૂંટાયા નથી તે પહેલા પ્રધાન બનાવી ભાજપે લોશાહીને કલંક લગાડયું છે.

અંતમાં નારણભાઇએ કોમેન્ટ કરતા જણાવેલ છે કે કોંગ્રેસ મુકત ભારત બનાવવાની લ્યાહીમાં કયાંક અમીત શાહ રાહુલ ગાંધીને પણ ભાજપમાં લઇ આવવાની ઓફર ન કરે તો સારૂ ?

(11:34 am IST)