Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબી જીલ્લામાં સોમવારથી કોરોના વેક્સીનના સ્થળોમાં ફેરફાર કરાશે

દરેક ગામના લોકોને ગામથી નજીકના સ્થળોએ કોરોના વેક્સીન મળી રહે તેવા હેતુથી રસીકરણ સ્થળોમાં અંશત ફેરફાર

મોરબી : રાજ્ય સરકારની સુચના મુજબ મોરબી જીલ્લાના ૧૮ થી ૪૪ વયના નાગરિકોને વેક્સીન આપવાનું શરુ કરાયું છે જેમાં મોરબી જીલ્લાના દરેક ગામના લોકોને ગામથી નજીકના સ્થળોએ કોરોના વેક્સીન મળી રહે તેવા હેતુથી રસીકરણ સ્થળોમાં અંશત ફેરફાર કરેલ છે જેથી તા. ૦૭ ને સોમવારથી જીલ્લાના ૧૫ સ્થળોએ વેક્સીન આપવામાં આવશે જેની યાદી આ મુજબ છે
મોરબી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ, પેટા આરોગ્ય કેન્દ્ર રાજપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ), સિવિલ હોસ્પિટલ મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર (પરષોતમ ચોક)
તેમજ ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા (ખા), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવા અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ અને પીએચસી ટીકર (રણ) સહિતના સ્થળે વેક્સીન કામગીરી કરાશે જેથી યુવાનોએ રસી મુકાવવા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે

(6:24 pm IST)