Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભરૂચના વાલિયા પંથકમાં વાતાવરણં પલટો : વરસાદ પડતા રસ્તામાં પાણી વહ્યા : રાજપારડી સહિતના વિસ્તારોમાં વરસાદ

વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને પણ ગરમીથી આંશિક રાહત

ભરૂચના વાલિયા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી હતી. બીજી તરફ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે. તો ભરૂચના રાજપારડી સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

(11:31 pm IST)