Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભાવનગરમાં પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો : તળાજા, મહુવા અને પાલીતાણા પંથકમાં ભારે વરસાદ

વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર

ભાવનગરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાવનગરના તળાજા, મહુવા અને પાલીતાણા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

 

(11:28 pm IST)