Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ટીકર રણમાં મીઠાના અગરમાં વરસાદી પાણી ઘુસી જતા મીઠાનું ધોવાણ :અગરીયાઓને મોટી નુકશાની

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંસૌથી વધુ વરસાદ હળવદમાં 3,25 ઇંચ ખાબક્યો

રાજકોટ :રાજ્યમાં  છેલ્લા 24 કલાક સૌથી વધુ વરસાદ હળવદમાં પડ્યો છે. હળવદમાં 3.25 ઈંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે મીઠાના અગરમાં પાણી ભરાઈ ગયા છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના અને વાવાઝોડાની અસરના કારણે તૈયાર મીઠામાં પાણી ફરી વળ્યું અને અગરિયાઓને ભારે નુક્સાન થયું છે.

 મહિનાઓની મહેનત બાદ કમોસમી વરસાદ પડી જતા અગરિયાઓ ચીંતામાં મુકાયા છે અને મીઠાના અગરમાં પાણી ફરી વળતા અગરિયાઓ મીઠાના અગર પાસે દોડી ગયા હતા. અગરિયાઓની મહેનત એવી જ રીતે ઓગળી ગઈ જેમ વરસાદી પાણીમાં મીઠું.

(6:44 pm IST)