Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કચ્છમાં એક જ દિ'માં ૭ કેસનો ઉછાળો, બીએસએફના પાંચ જવાનો ઉપરાંત કંડલામા બે ક્રુ મેમ્બર પોઝિટિવ

એક સાથે ૫ જવાનોને કોરોના થતાં ભુજ બીએસએફમાં ફફડાટ, કંડલા આવેલા બન્ને ક્રુ મેમ્બર મુંબઈ નજીકના રાયગઢના

(ભુજ) કચ્છમાં એક સાથે આજે સાત કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જોકે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૭ કેસોને સમર્થન અપાતી યાદી જાહેર કરાઈ છે. પણ, બે દર્દીઓ મહારાષ્ટ્રના હોઈ અને તેમણે ખાનગી લેબમાં રીપોર્ટ કરાવ્યો હોઈ તેમને અત્યારના તબક્કે સ્થાનિક કેસમાં ગણ્યા નથી. જોકે, એક સાથે પાંચ જવાનોને કોરોના પોઝિટિવ નીકળતા ચિંતાજનક વિસ્ફોટ સેનાના જવાનોમાં થયો છે. ભુજ સ્થિત બીએસએફની ૭૯ બટાલિયનના પાંચ જવાનો અનિલકુમાર ઉ. ૩૬, વિનોદસિંગ ઉ. ૪૪, હરપાલસિંગ ઉ. ૫૨, ચન્દ્રજીત યાદવ ઉ. ૪૮ અને દેવાનંદ ઉ. ૫૦ ને કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. જ્યારે કંડલા પોર્ટ ઉપર જહાજમાં શિપિંગ ક્રુ તરીકે નોકરી જોઈન્ટ કરવા આવેલા મુંબઈ નજીક આવેલા રાયગઢના બે ક્રુ મેમ્બર પોઝિટિવ નીકળ્યા છે. સરકારી ગાઈડલાઈન મુજબ ગાંધીધામમાં આ બન્ને ક્રુ મેમ્બરને આરતી ઇન્ટરનેશનલ હોટેલમાં રાખીને તેમનો કોવિડ ૧૯ રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં બન્ને પોઝિટિવ હોવાનું જાહેર થયું હતું. આ બન્ને ક્રુ મેમ્બર મહારાષ્ટ્રથી આવ્યા ત્યારે તેમણે ત્યા કરાવેલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ કચ્છમાં એક દિ'માં ૭ કેસનો ઉછાળો આવ્યો છે.

(6:50 pm IST)