Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

લંપટ ધવલ ત્રિવેદી અપહરણ કરી ગયો હતો તે ચોટીલાની યુવતી બાળક સાથે પિતાના ઘરે પરત ફરી

ઘરકંકાશના કારણે ઘર છોડયું હોવાનું રટણઃ ધવલ ત્રિવેદી કયાં છે? તેનું રહસ્ય ખુલશે? : રર મહિના પહેલા ચોટીલાથી ઉઠાવી ગયા બાદ સીબીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો'તો

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાંથી રર મહિના પહેલા ધવલ ત્રિવેદી નામનો આરોપી જે યુવતીને ભગાડી ગયો હતો તે યુવતી આજે ચોટીલા પરત ફરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ચોટીલામાં ટયુશન કલાસ ચલાવતો અને રાજકોટમાં જન્મટીપની સજા થઇ હતી તે ધવલ ત્રિવેદી નામનો શખ્સ રર મહિના પહેલા નીધી મુકેશભાઇ ખખ્ખર નામની યુવતીને લલચાવીને ભગાડી ગયો હતો ત્યાર બાદ જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમ છતા પણ તેનો પતો લાગ્યો ન હતો.

દરમિયાન આ યુવતી તેમના એક બાળક સાથે ચોટીલા પોતાના પિતાના ઘરે પરત ફરી છે. ગૃહ કંકાશના કારણે તે ધવલને છોડીને પરત આવી હોવાનું ચર્ચાઇ રહયું છે.

જો કે યુવતી પરત ફર્યા બાદ ધવલ ત્રિવેદી કયાં છે? તે અંગે તેમની પુછપરછ સીબીઆઇની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માંથી 22 મહિના અગાઉ શિક્ષણ જગતને કાળો ડાઘ લાગે તેવી ઘટના સામે આવી હતી ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં શિક્ષક ને લાંછન લાગે તેવી ઘટના સામે આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં 22 મહિના અગાઉ ખાનગી ટ્યૂશન ક્લાસ લેતો લપટ શિક્ષક ધવલ ત્રિવેદી નામનો શિક્ષક એક ઓગણીસ વર્ષની યુવતી ને કિડનેપ કરીને નાસી છૂટયો હતો..

ત્યારે પોલીસ દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં પણ આ શિક્ષક નહીં મળતા સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી અને જો આ શિક્ષક કોઈને દેખાય અને જો તેની બાતમી આપવામાં આવે તો તે બાતમીદારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું તે છતાં પણ 22 માસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં પણ આ લંપટ શિક્ષક પોલીસ પકડથી દૂર રહેવા પામ્યો હતો..

ત્યારે થોડા દિવસ અગાઉ આ યુવતી નિધિ ઠક્કર અને આ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી બંનેને ઘર કંકાસ અને ઝઘડો થતાં આજે આ યુવતી નિધિ ઠક્કર પોતાના પિતાના ઘેર પરત ફરી છે ત્યારે આ નિધિ ઠક્કર ખાસ તો એ કે 22 માસના સમય દરમિયાન એક બાળકને જન્મ આપ્યો છે તેને પણ તે લઈને પોતાના પિતાના ઘેર પરત ફરી છે..

જ્યારે પરિવારમાં એક પ્રકારે આનંદનો માહોલ સર્જાવા પામ્યો છે.અને હાલ માં માતા અને એક બાળક સુરક્ષિત ચોટીલા ઘેર પહોંચ્યા છે.ત્યારે હાલ પોલીસ વિભાગ દ્વારા પૂછપરછ કરી આ લપટ શિક્ષક ને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરવા માં આવી છે.

(3:57 pm IST)